________________
૧૯૪
પ્રથમ કર્મગ્રંથ
(૪) જિનેશ્વર પરમાત્મા આદિની ભક્તિવાળો. ( અરિહંત દેવ, સિદ્ધપરમાત્મા, આચાર્ય મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ, સાધુસંતો, મૂર્તિમંદિર, શ્રુતજ્ઞાન, પુસ્તક, તથા અન્ય ગુણવંત વ્યક્તિઓની પૂજા-ભક્તિવિનય-સેવા-અને વૈયાવચ્ચ કરનારો, તેઓનો વર્ણવાદ ગાનારો આત્મા ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. અને તેનાથી વિપરીત વર્તન કરનારો આત્મા નીચગોત્ર કર્મ બાંધે છે.
પારકાની નિન્દા, પોતાની પ્રશંસા, પારકાના છતા ગુણો ઢાંકવા, અને પોતાના અછતા ગુણો કહેવા, પારકાના અછતા દોષો કહેવા, પોતાના છતા દોષો ઢાંકવા, ભણવા-ભણાવવાના કાર્ય પ્રત્યે તિરસ્કાર કરનાર, તથા જિનેશ્વર પરમાત્મા આદિ ઉપકારી અને ગુણિયલ મહાત્માઓની નિન્દા કરનારો જીવ નીચગોત્ર કર્મ બાંધે છે. ૬૦. હવે અંતરાયકર્મના બંધહેતુ કહે છે
जिणपूआ-विग्घकरो, हिंसाइपरायणो जयइ विग्धं । इअ कम्मविवागोऽयं, लिहिओ देविंदसूरीहिं ॥६१॥ (जिनपूजाविघ्नकरः, हिंसादिपरायणो जयति विघ्नम् । इति कर्मविपाकोऽयं, लिखितः देवेन्द्रसूरिभिः)
શબ્દાર્થ :- નિપૂન = જિનેશ્વર પ્રભુની પૂજામાં, વિષર = વિદ્ધ કરનારો, હિંસારૂપરાયો = હિંસા આદિ કાર્યોમાં પરાયણ, નવું = બાંધે છે. વિર્ષ = વિપ્ન, અંતરાય, રૂ = આ પ્રથમ કર્મગ્રંથ, નિદિો = લખ્યો, બનાવ્યો, કહ્યો, સેવિંજૂરોહિં = દેવેન્દ્રસૂરીશ્વરજીએ.
ગાથાર્થ- જિનેશ્વર પરમાત્માની પૂજા આદિ કાર્યોમાં વિઘ્ન કરનારો અને હિંસાદિ કાર્યોમાં પરાયણ એવો જીવ અંતરાય કર્મ બાંધે છે. આ પ્રમાણે કર્મવિપાક નામનો આ પ્રથમ કર્મગ્રંથ દેવેન્દ્રસૂરીશ્વરજીએ બનાવ્યો.૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org