SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧૯૩ હવે ગોત્ર કર્મના બંધહેતુઓ કહે છે - गुणपेही मयरहिओ, अज्झयण-ज्झावणारुई निच्चं । पकुणइ जिणाइभत्तो, उच्चं नीअं इयरहा उ ॥६०॥ (गुणप्रेक्षी मदरहितः अध्ययनाध्यापनारुचिर्नित्यम् । प्रकरोति जिनादिभक्त उच्चं नीचं इतरथा तु) । શબ્દાર્થ - ગુણવેદી ગુણોને જોનારો, મદિરા = અભિમાનથી રહિત, સફાયોવIકરું = ભણવા-ભણાવવાની રુચિવાળો, નિવૅ = હંમેશાં, પmડું = બાંધે છે. નિમિત્ત = જિનેશ્વર આદિનો ભક્ત, સર્વે = ઉચ્ચગોત્ર, નીમું = નીચગોત્ર, થરા = વિપરીત, ૩= તથા. ગાથાર્થ - (૧) પારકાના ગુણોને જ જોનારો, (૨) અભિમાન રહિત, (૩) ભણવા-ભણાવવાની રુચિવાળો, (૪) હંમેશાં જિનેશ્વર આદિની ભક્તિ-ભાવનાવાળો જીવ ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે અને તેનાથી વિપરીત વર્તન કરનારો જીવ નીચગોત્ર કર્મ બાંધે છે. ૬૦. - વિવેચન - હવે ઉચ્ચગોત્ર કર્મના બંધહેતુઓ જણાવે છે. (૧) ગુણપ્રેક્ષી- પારકાના ગુણોને જ જોનારો, નાના ગુણોને મોટા કરી આલંબન લેનારો, દોષોની ઉપેક્ષા કરનારો, ઉપલક્ષણથી પોતાના દોષો જ જોનારો, પોતાના નાના દોષોને મોટા કરનારો, પોતાના મોટા ગુણોને નાના કરનારો એવો જીવ ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. (૨) મદરહિત- અભિમાન વિનાનો, નમ્ર સ્વભાવવાળો, (૩)ભણવા-ભણાવવાની રુચિવાળો, જે સતત પોતે ભણે-વાંચે લખે, અને બીજાને ભણાવે-વંચાવે-લખાવે, ઈત્યાદિ ઉત્તમ કાર્યોમાં જ મશગુલ રહેવાની રુચિવાળો, પોતાની ભણવા-ભણાવવાની શક્તિ ન હોય તો જે ભણતા- . ભણાવતા હોય તેના પ્રત્યે ઘણા જ બહુમાનવાળો, હાર્દિક સદ્ભાવ વાળો, તેઓની સતત અનુમોદના કરનારો, પુસ્તક-પોથી આદિ આપીને સતત સેવા કરનારો, તેમાં પોતાનો પૈસો વાપરીને યથાશક્તિ સહાયક થનારો જીવ. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy