________________
કર્મવિપાક
આ સાંભળતાં જ યુવાન્ મંત્રીઓ તુરત બોલી ઉઠ્યા કે હે
રાજાજી ! આમાં તમે શું પૂછ્યું ? આવી બાબતમાં કંઇ પણ વિચાર ક૨વાનો જ ન હોય, તમાચો અથવા પગની પાટુ મારનારને કારાવાસમાં જ મોકલી અપાય અથવા ભરસભામાં રાજાનું જે આવું અપમાન કરે તેને ફાંસી જ અપાય. યુવાન્ મંત્રીઓ બોલી રહ્યા ત્યારે વૃદ્ધમંત્રીઓ ગંભીર હતા. રાજાએ તેઓ તરફ જોયું. વૃદ્ધમંત્રીઓએ આ પ્રશ્નનો ઉત્તર વિચા૨વા થોડોક સમય માગ્યો, રાજાએ સમય તો આપ્યો, પરંતુ યુવાન્ મંત્રીઓ રાજાને ઉશ્કેરવા લાગ્યા કે હે રાજન્ ! જાઓ! આ વૃદ્ધોમાં હવે બીલકુલ બુદ્ધિ નથી, આવા પ્રશ્નમાં શું વિચારવાનું છે ? આમાં સમય માગવાનો શો અર્થ ? રાજા મૌન રહ્યા.
વૃદ્ધમંત્રીઓ મંત્રણા કરીને સભામાં આવ્યા. રાજાજી પૂછે છે કે તમારો શો ઉત્તર છે ? વૃદ્ધમંત્રીઓ કહે છે કે જે આવું કાર્ય કરે તેને તમારી રાજ્યગાદી સોંપાય. આ ઉત્તર સાંભળી યુવાન્ મંત્રીઓ ફરીથી ઉશ્કેરાયા.
રાજાએ વૃદ્ધમંત્રીઓને ખુલાસો કરવા કહ્યું. ત્યારે વૃદ્ધમંત્રીઓ કહે છે કે હે રાજન્ ! પ્રથમ તો તમે જ બળવાન છો એટલે તમને કોઇ તમાચો કે પાટુ મારે નહીં. તેમાં પણ ભરસભા હોય, સંરક્ષણ પૂર્ણ હોય તો શત્રુરાજાના આગમનની તો કોઇ સંભાવના જ નથી. તેથી તમારું પોતાનું બાળક રમાડવા માટે તમે સભામાં લાવ્યા હો અને એ બાળક લાડકોડમાં તમને મારે એવું બની શકે, અને સભા કંઇ પણ પ્રતિકાર કરે નહીં, પરંતુ આનંદ પામે અને એ બાળક તમારું હોવાથી તમારો વારસદાર જ કહેવાય-માટે તેને રાજ્ય ગાદી જ અપાય. આ સાંભળી સઘળા માણસો આશ્ચર્ય પામ્યા. અને રાજાએ યુવાન્ મંત્રીઓને છુટા કર્યા કે જેઓ ઇર્ષ્યાળુ હતા. આ પરિણામિકી બુદ્ધિ કહેવાય.
(૩૮) પ્રશ્ન = મતિજ્ઞાનથી વધારેમાં વધારે કેટલું જોઇ શકાય ?
ઉત્તર શાસ્ત્રના સહારાથી સર્વ દ્રવ્યો, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ ને અનંતા (અસર્વ) પર્યાયો જાણી શકાય છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org