________________
૨૦૬
પ્રથમ કર્મગ્રંથ સંક્ષિપ્ત સમાલોચના
(૩૯) પ્રશ્ન = અર્થાવગ્રહના નૈશ્ચયિક અને વ્યાવહારિક એમ બે ભેદો આવે
છે. તેનો અર્થ શું? ઉત્તર = વ્યંજનાવગ્રહની પછી સૌથી પ્રથમ જે અર્થાવગ્રહ થાય છે તે નૈશ્ચયિક અર્થાવગ્રહ છે. અને જે ઈહા પછી થયેલા અપાયને પાછળ આવનારી ઈહાની અપેક્ષાએ ઉપચારથી અર્થાવગ્રહ કહેવાય છે, તે
વ્યાવહારિક અર્થાવગ્રહ છે. (૪૦) પ્રશ્ન = વ્યંજનાવગ્રહાદિનો વધુમાં વધુ કેટલો કાળ ?
ઉત્તર = (૧) વ્યંજનાવગ્રહ, વ્યાવહારિકાર્થાવગ્રહ, ઈહા, અપાય, અવિસ્મૃતિ, અને સ્મૃતિનો કાળ અંતર્મુહૂર્ત. (૨) નૈૠયિક અર્થાવગ્રહનો કાળ ૧ સમય.
(૩) વાસના નામની ધારણાનો કાળ-સંખ્યાત-અસંખ્યાત વર્ષ. (૪૧) પ્રશ્ન = શ્રુતજ્ઞાન એટલે શું? તેના ભેદો કેટલા? અને ક્યા કયા?
ઉત્તર = ભણાવનાર ગુરુજી દ્વારા અથવા શાસ્ત્રો દ્વારા સમજીને જે વાચ્ય-વાચક ભાવવાળો તત્ત્વબોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેના ૧૪ અથવા ૨૦ ભેદો છે. આ કર્મગ્રંથની ૬/૭મી ગાથામાં તે ભેદો જણાવેલા
પ્રશ્ન = અક્ષરશ્રુતના ભેદો કેટલા ? તેનો અર્થ શું? ઉત્તર = અક્ષરો દ્વારા જે જ્ઞાન થાય તે અક્ષર શ્રત, તેના ૩ ભેદ છે. (૧) પુસ્તક, તાડપત્ર આદિમાં લખેલા અક્ષરો તે સંજ્ઞાક્ષર. (૨) મુખે ઉચ્ચાર કરવા રૂપે (પર) અક્ષરો તે વ્યંજનાક્ષર.
(૩) અક્ષરોની ઓળખાણ રૂપે હૃદયસ્થ જે જ્ઞાન તે લધ્યક્ષ. (૪૩) પ્રશ્ન = અનાર શ્રુત એટલે શું?
ઉત્તર = જેમાં અક્ષરોનું ઉચ્ચારણ ન હોય તે, જેમ કે ખોંખારો,
ઉધરસ, તાળી પાડવી, અથવા હાથ-મુખના ઈશારા કરવા તે. (૪૪) પ્રશ્ન = સંજ્ઞા કેટલા પ્રકારની? કઈ કઈ? તેના અર્થ શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org