________________
કર્મવિપાક
૨૦૭
ઉત્તર = સંજ્ઞા ત્રણ પ્રકારની છે. સંજ્ઞા એટલે ચેતના, જ્ઞાન, (૧) જેનાથી વર્તમાન કાળમાત્રનો જ વિચાર કરી શકાય તે હેતુવાદોપદેશિકી. (૨) જેનાથી ત્રણે કાળનો વિચાર કરી શકાય તે દીર્ઘકાલિકી. (૩) જેનાથી આત્માના હિતાહિતનો વિચાર કરી શકાય તે
દૃષ્ટિવાદોપદેશિકી. (૪૫) પ્રશ્ન = સમ્યગ્રુત અને મિથ્યાશ્રુતના નિશ્ચય અને વ્યવહારથી શું
અર્થ ? ઉત્તર = (૧) જેના રચયિતા સમ્યગ્દષ્ટિ હોય તે વ્યવહારથી સમ્યગ્રુત
(૨) જેના રચયિતા મિથ્યાષ્ટિ હોય તે વ્યવહારથી મિથ્યાશ્રુત. (૩) જેના શ્રોતા સમ્યગ્દષ્ટિ હોય તે નિશ્ચયથી સમ્યગ્રુત.
(૪) જેના શ્રોતા મિથ્યાષ્ટિ હોય તે નિશ્ચયથી મિથ્યાશ્રુત. (૪૬) પ્રશ્ન = અંગપ્રવિષ્ટની બાબતમાં શ્વેતાંબર-દિગંબરમાં શું વિચારભેદ
છે ? ઉત્તર = હાલ જે ૧૧ અંગો ઉપલબ્ધ છે. તે ગણધરકત છે તેથી તે અંગપ્રવિષ્ટ છે. દુષ્કાળ પછી પાટલિપુત્રાદિમાં આચાર્યોએ તેનું અનુસંધાન માત્ર કર્યું છે એમ શ્વેતાંબરામ્નાય માને છે. અને મૂળ ૧૧ અંગો દુષ્કાળના કાળે નષ્ટ થઈ ચૂકયાં છે, વર્તમાન ૧૧ અંગો ગણધરકૃત
નથી, તેમ દિગમ્બરામ્નાય માને છે. (૪૭) પ્રશ્ન = શ્રુતજ્ઞાનના ૧૪ અને ૨૦ બે ભેદો શા માટે બતાવ્યા ?
ઉત્તર = ચૌદ ભેદો એવા છે કે જેમાંના કોઈ પણ બે ભેદોમાં સક્લ શ્રુતજ્ઞાનનો સમાવેશ થાય છે. જ્યારે વીસ ભેદો એવા છે કે જેમાં
ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા શ્રુતના ભેદો છે. (૪૮) પ્રશ્ન = નવપદની ઓળીમાં જ્ઞાનના ૫૧ ભેદો આવે છે તે ક્યા?
ઉત્તર = મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મનઃ
પર્યવજ્ઞાનના ૨, અને કેવળજ્ઞાનનો ૧, એમ કુલ ૫૧ ભેદો છે. (૪૯) પ્રશ્ન =પૂર્વેમાં વસ્તુઓ, પ્રાભૂતો, અને પ્રાભૃતપ્રાભૂતો કેટલાં હોય છે?
Jain Education International
For Private- & Personal Use Only
www.jainelibrary.org