SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના ઉત્તર = બારમા દષ્ટિવાદમાં ૧૪ પૂર્વો આવે છે. એક-એક પૂર્વમાં ૧૪/૧૪ વસ્તુઓ હોય છે. એક-એક વસ્તુમાં ૨૦/૨૦ પ્રાભૃતો હોય છે, એક-એક પ્રાભૃતમાં ૨૦/૨૦ પ્રાકૃતપ્રાભૃતો હોય છે. (૫૦) પ્રશ્ન = ભવપ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક એટલે શું? ઉત્તર = ભવ છે નિમિત્ત જેનું તે ભવ પ્રત્યયિક, પક્ષીને ઉડવાની શક્તિની જેમ, આ અવધિજ્ઞાન દેવ-નારકીને હોય છે. ગુણ છે નિમિત્ત જેમાં તે ગુણ પ્રત્યયિક, આ અવધિજ્ઞાન મનુષ્ય-તિર્યંચોને હોય છે. તેના છ ભેદો છે. (૫૧) પ્રશ્ન = ભવપ્રત્યયિક અવધિજ્ઞાનના છ ભેદો થાય કે નહિ? ઉત્તર = ત્યાં પ્રતિપક્ષી ભેદો નથી, તેથી છ ભેદો થતા નથી. જેમ કે(૧) અનુગામી-અનનુગામીમાંથી અનુગામી જ હોય છે. (૨) વર્ધમાન કે હીયમાન હોતું નથી. પણ અવસ્થિત જ હોય છે. (૩) પ્રતિપાતિ-અપ્રતિપાતિમાંથી અપ્રતિપાતિ જ હોય છે. (પર) પ્રશ્ન = સામાન્ય વિષયને દેખતું હોવાથી ઋજુમતિને દર્શન કહેવાય? ઉત્તર = ના, જુમતિ પણ ઘણા વિશેષ ધર્મોને જ દેખે છે. ફક્ત વિપુલમતિ કરતાં કંઈક હીન દેખે છે. માટે દર્શન નથી. (૫૩) પ્રશ્ન = મન:પર્યવજ્ઞાની ભૂત-ભાવિકાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેખે છે. તે કેવી રીતે જોતા હશે ? મનોવર્ગણામાં ગૃહીત આકારો નષ્ટ થઇ ચૂક્યા છે અને ભાવિના આકારો બન્યા જ નથી. તો વર્તમાનકાળ સિવાય શેષ બે કાળના પર્યાયો કેવી રીતે જાણે ? ઉત્તર = મનોવર્ગણામાં ભૂત-ભાવિકાળના પર્યાયો આવિર્ભત નથી. એટલે પર્યાયાર્થિકનયથી પ્રગટ નથી, પરંતુ તે તે મનોવર્ગણામાં બનવા રૂપે, કે બની ચૂક્યા રૂપે તો ભૂત-ભાવિના પર્યાયો તિરોભાવે છે જ, તેથી દ્રવ્યાર્થિકનયથી પર્યાયો છે જ, તે પર્યાયોને આ જ્ઞાની જાણે છે. એ જ જ્ઞાનનું માહાભ્ય છે. (૫૪) પ્રશ્ન = આ કાળે પાંચ જ્ઞાનોમાંથી કેટલાં જ્ઞાનો થાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy