________________
કર્મવિપાક
૨૦૯
(૫૫) પ્રશ્ન -
ઉત્તર = મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન થાય છે. કવચિત્ અવધિજ્ઞાન હોઈ શકે છે. પરંતુ મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન કોઇને પણ ભરતઐરાવતક્ષેત્રમાં થતું નથી. પ્રશ્ન = જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે શું છે ? આ પાંચ જ્ઞાનમાંથી કોનામાં સમાવેશ પામે ? ઉત્તર = પૂર્વભવનું પોતાનું જ અનુભવેલું યાદ આવે, સ્મરણમાં આવે, તે જાતિસ્મરણ, આ જ્ઞાન મતિજ્ઞાનમાં અંતર્ગત થાય છે. ધારણામાં
સમાવેશ પામે છે. હાલ કોઈકને હોઈ શકે છે. (૫૬) પ્રશ્ન = કેવળજ્ઞાન એટલે સંપૂર્ણજ્ઞાન (ત્રણે કાળના ત્રણે લોકના
સર્વદ્રવ્યોના સર્વપર્યાયોનું જ્ઞાન) આ અર્થ બરાબર છે? ઉત્તર = હા, જૈન દર્શનકારોને આ અર્થ સમ્મત છે. પરંતુ બીજા કોઈ કોઈ દર્શનકારો કેવળજ્ઞાન એટલે સંભવી શકે તેટલું ઉત્કૃષ્ટજ્ઞાન એવો અર્થ કરે છે. પરંતુ સંપૂર્ણજ્ઞાન અર્થ કરતા નથી, કારણ કે તેઓની
દૃષ્ટિએ આવું પૂર્ણજ્ઞાન કોઇને થયું નથી અને થતું પણ નથી. (૫૭) પ્રશ્ન = કેવલજ્ઞાન પામેલા મહાત્માઓના જીવનવિષે શ્વેતાંબર અને
દિગંબર આમ્નાયમાં કોઈ વિચાર ભેદ છે? ઉત્તર = હા, શ્વેતાંબર આમ્નાય એમ માને છે કેવલીભગવંતો આહારગ્રહણ કરે છે. વસ-પાત્રાદિ નિઃસ્પૃહભાવે હોય, સ્ત્રીઓ પણ કેવળજ્ઞાન પામે, કેવલીભગવંતો ધર્મોપદેશ વાણી દ્વારા પ્રકાશે, જ્યારે દિગમ્બરાન્ઝાય એમ માને છે કે- કેવલી ભગવંતોને આહારગ્રહણ ન હોય, વસ્ત્ર-પાત્ર ન હોય, સ્ત્રીઓ કેવળજ્ઞાન ન પામે, અને પ્રભુ વાણી
પ્રકાશે નહિ. પરંતુ શરીરમાંથી દિવ્યધ્વનિ નીકળે છે. (૫૮) પ્રશ્ન = દર્શનાવરણીયકર્મમાં આવાર્યગુણ ૪ છે અને આવરણ ૯ કેમ
છે? આવાર્યગુણ હોય તો આચ્છાદન થાયને? ઉત્તર = આવાર્યગુણ ચક્ષુદર્શનાદિ ચાર જ છે. તે ચાર ગુણને ચક્ષુદર્શનાવરણાદિ ચાર આવરણીય કર્મો આવરે છે. તથાપિ આ ચારમાં
ત્રણ કર્મ દેશઘાતી હોવાથી, અને સર્વથા ગુણો નહી આવૃત થવા ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org