________________
૨૧૦
પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના
દેવાનો અવસ્વભાવ હોવાથી યત્કિંચિત્ દર્શનશક્તિ ક્ષયોપશમભાવે અનાવૃત રહે જ છે. ક્ષયોપશમથી પ્રાપ્ત એવી તે કિંચિત્ દર્શનશક્તિને
નિદ્રાપંચક હણે છે. માટે તે પણ દર્શનાવરણીય જ છે. (૫૯) પ્રશ્ન = જો નિદ્રાપંચક યત્કિંચિત એવી પ્રાપ્ત દર્શન લબ્ધિને હણતી
હોય તો અંશને હણતી હોવાથી દેશઘાતી કહેવરાવી જોઇએ, સર્વઘાતી કેમ કહેવાય છે? ઉત્તર = જો કે નિદ્રાપંચક આંશિક દર્શન લબ્ધિને જ હણે છે તથાપિ
તેને “સર્વથા” હણે છે. હણવાની ક્રિયા સર્વથા છે. માટે સર્વઘાતી છે. (૬૦) પ્રશ્ન = થીણદ્ધિ નિદ્રામાં બળ કેટલું આવે? તે જીવ મરીને ક્યાં જાય?
ઉત્તર = જો પહેલા સંઘયણવાળો જીવ હોય તો અર્ધચક્રી (વાસુદેવ) કરતાં અધું બળ આવે, શેષ સંઘયણ હોય તો શરીરમાં જે બળ હોય તેનાથી સાત-આઠ ગણું બળ આવી જાય. આ નિદ્રાવાળો આત્મા મૃત્યુ
પામીને પ્રાયઃ નરકગતિગામી થાય છે. (૬૨) પ્રશ્ન = વેદનીયકર્મના ઉદયથી દેવ-મનુષ્યમાં સુખ, અને નરક તિર્યંચમાં
દુઃખ પ્રાયઃ હોય છે એમાં પ્રાયઃ કેમ લખ્યું? ઉત્તર = જ્યાં સુખ કહ્યું છે ત્યાં દુઃખ પણ હોય છે. દેવોને ચ્યવન, યુદ્ધ, સ્ત્રી-ધનાદિના અપહરણ સમયે, અને મનુષ્યોને મૃત્યુકાળે તથા ધન-સ્ત્રી આદિના વિયોગકાળે દુઃખ પણ હોય છે. નારકીને ભગવાનના જન્માદિકલ્યાણક પ્રસંગે, અને તિર્યોમાં પણ તેવા પ્રસંગે તેમજ પટ્ટહસ્તી
આદિને સુખ પણ હોય છે. એટલે પ્રાયઃ લખ્યું છે. (૬૨) પ્રશ્ન = દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો અર્થ શું?
ઉત્તર = યથાર્થ પદાર્થો તરફ રુચિ-પ્રીતિ-શ્રદ્ધા ન થવાદે તે દર્શનમોહ, યથાર્થ આચરણ ન આવવા દે તે ચારિત્રમોહનીય. એક કર્મ સચિને
કલુષિત કરે છે. બીજુ કર્મ આચારને કલુષિત કરે છે. (૬૩) પ્રશ્ન = દર્શનમોહનીયનો ૧ ભેદ કે ૩ ભેદ ? જો બંધમાં ૧ છે તો
ઉદય-સત્તામાં ૩ કેવી રીતે આવ્યા ? જો ઉદય-સત્તામાં ૩ છે તો બંધમાં ૧ જ કેમ ? બંધ વિના ઉદય-સત્તા કેવી રીતે હોય ?
Jain Education International
For. Private & Personal Use Only
www.jainelibrary.org