________________
કર્મવિપાક
૨૧૧
ઉત્તર = દર્શનમોહનીયનો ૧ જ ભેદ છે તે મિથ્યાત્વમોહનીય, આ જ કર્મ મંદરસવાળું થાય ત્યારે તેને જ મિશ્રમોહનીય કહેવાય છે અને મંદતમ રસવાળું થાય ત્યારે તેને જ સમકિત મોહનીય કહેવાય છે. એટલે એકના જ તરતમભાવે ત્રણ ભેદ છે. બંધકાળે એક જ બંધાય છે. બંધાયા પછી આત્માના અધ્યવસાયને અનુસારે રસ મંદ-મંદ થતાં તેનાં જ બીજાં
બીજાં નામો માત્ર છે. બાકી તો સર્વે (ત્રણ) મોહનીય જ છે. (૬૪) પ્રશ્ન = સમકિતમોહનીય છે કે ઉપાદેય? શા માટે?
ઉત્તર = હેય જ છે. સમક્તિમાહનીયમાં મિથ્યાત્વનો રસ મંદતમ થયેલ હોવાથી સમ્યફર્વને રોકી શકતી નથી, પરંતુ, સમ્યક્ત્વમાં શંકાકાંક્ષા-વિચિકિત્સા આદિ અતિચારો લાવવા રૂપ કાંકરા તો નાખે જ છે. સમ્યક્ત્વ આપવું તે તેનું કાર્ય નથી. પરંતુ સમ્યકત્વને કલુષિત કરવું તે તેનું કાર્ય છે. માટે હેય જ છે. પ્રશ્ન = અનંતાનુબંધી ૪ કપાય જો ચારિત્રમોહનીયનો ભેદ છે તો સમ્યક્ત્વનો ઘાત કેમ કરે છે ? અને જો સમ્યક્ત્વનો ઘાત કરે છે તો મિથ્યાત્વમોહનીયની જેમ દર્શનમોહનીય કેમ ન કહેવાય? ઉત્તર = હકીકતથી અનંતાનુબંધી ૪ કષાય ચારિત્રને, (આચારને) જ આવરે છે. અપ્રત્યાખ્યાનીયાદિ કષાય જેમ બાર માસ-ચારમાસ પરસ્પર વૈમનસ્યાદિ રખાવે તેવી તીવ્રતાવાળા છે તેમ આ અનંતાનુબંધી કષાય વધારે તીવ્રતમ પરિણામ હોવાથી માવજીવ વૈમનસ્ય (કડવાશ-વૈર) રખાવનાર હોવાથી અગ્નિશર્મા અને કમઠ તાપસ આદિની જેમ આચારને જ કલુષિત કરે છે. માટે ચારિત્રમોહનીય જ છે. પરંતુ આવા તીવ્ર કષાયો હોતે છતે મિથ્યાત્વમોહનીય પ્રાયઃ (સાસ્વાદનના કાળને વર્જીને) અવશ્ય ઉદયમાં આવે જ છે અને તે સમ્યક્ત્વનો ઘાત કરે છે. એટલે અનંતાનુબંધી કષાય પણ મિથ્યાત્વમોહનીયના ઉદયનું કારણ બન્યો છતો પરંપરાએ સમ્યકત્વનો ઘાતક બને છે. માટે સમ્યકત્વનો ઘાતક કહ્યો છે. હકીક્તથી સમ્યક્ત્વનો ઘાત મિથ્યાત્વમોહનીય જ કરે છે અને તે મિથ્યાત્વને અનંતાનુબંધી લાવે છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org