________________
૨૧૨
પ્રથમ કર્મગ્રંથ સંક્ષિપ્ત સમાલોચના
(૬૬) પ્રશ્ન = અનંતાનુબંધી ચાર કષાયનો સર્વથા મૂલથી ક્ષય (નાશ) થાય
ત્યારે જ ક્ષય અને વિસંયોજના કહેવાય છે તો આ બેમાં ફરક શું? ઉત્તર = જયાં અનંતાનુબંધી અને દર્શનત્રિક એમ સાતેનો સંપૂર્ણપણે મૂળથી ક્ષય થયો હોય છે. એટલે જ્યાં પુનઃ અનંતાનુબંધી આવવાનો સંભવ જ નથી. તેને ક્ષય કહેવાય છે. અને તેને ક્ષાયિકસમ્યક્ત્વ કહેવાય છે. પરંતુ જયાં માત્ર અનંતાનુબંધી ચારનો જ ક્ષય થયો હોય અને તેના મૂલબીજભૂત દર્શનત્રિકનો ક્ષય થયો ન હોય તો પુનઃ અનંતાનુબંધી આવવાનો સંભવ છે. તેથી તેને પ્રથમના ક્ષયથી જુદો
ઓળખાવવા પૂર્વાચાર્યોએ “વિસંયોજના” શબ્દનો પ્રયોગ કર્યો છે. (૬૭) પ્રશ્ન = અનંતાનુબંધી આદિ ચારે કષાયો નરકગતિ આદિ આપે,
માવજીવાદિ કાળ રૂપે રહે, અને સમ્યકત્વાદિ ગુણોનો ઘાત કરે તે જો બરાબર જ હોય તો અભવ્યો નવ રૈવેયક સુધી જાય છે તે કેમ ઘટે? ઉત્તર = અનંતાનુબંધી આદિ કષાયો અનંતાનુબંધી આદિ રૂપે તીવ્રતમપણે હોય તો જ નરકાદિ ગતિ અપાવે છે. તેની તીવ્રતાનું આ વર્ણન છે. બાકી જો તે મંદરૂપે હોય તો દેવગતિ આદિ પણ આપે છે અને અંતર્મુહૂર્ત પણ રહે છે. માટે ગતિદાયકતા અને કાળ-પ્રમાણતા નિયત નથી, ગુણ-ઘાતક્તા નિયત છે. પ્રશ્ન = હાસ્યાદિમાં સનિમિત્તક અને અનિમિત્તક લખ્યું છે તો અનિમિત્તક હાસ્યાદિ કેવી રીતે આવે ? કંઈક તો નિમિત્ત હોય જ? ઉત્તર = અત્યંતર નિમિત્ત (પૂર્વાનુભૂતનું સ્મરણ આદિ નિમિત્ત) હોય જ છે માટે અત્યંતરને આશ્રયી સનિમિત્ત જ છે. ફક્ત બાહ્યનિમિત્ત હોય અથવા ન પણ હોય, માટે બાહ્યનિમિત્તને આશ્રયી જ અનિમિત્તક
કહ્યું છે.
(૬૯) પ્રશ્ન = આયુષ્ય બંધાય તે પ્રમાણે ગતિ નક્કી થાય છે? કે જે ગતિમાં
જવાનું નક્કી હોય છે તે જ ભવનું તેવું આયુષ્ય બંધાય છે? ઉત્તર = નિશ્ચયનયથી દરેક આત્મદ્રવ્યમાં તે તે ભવમાં ઉત્પન્ન થવા રૂપ ભાવિપર્યાયો પામવાની શક્તિ નિયત છે જ, માટે તે તે પર્યાયોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org