________________
કર્મવિપાક
૨૧૩
અનુરૂપ આયુષ્ય બંધાય છે. પરંતુ વ્યવહારનયથી જે ભવનું આયુષ્ય
બંધાય તે જ ભવમાં જવાનું બને છે. (90) પ્રશ્ન = નામકર્મના ૪૨-૯૭-૯૩-૧૦૩ ભેદો વિવિધ પ્રકારે કેમ
બતાવ્યા ? ઉત્તર = વિવક્ષા માત્ર જ કારણ છે. વસ્તુતઃ કોઈ એકાન્તભેદ નથી. ૬૭-૯૩-૧૦૩ ભેદોની ઉત્પત્તિ સમજાવવા માટે ૪૨ ભેદ કહ્યા છે. બંધ-ઉદય- અને ઉદીરણામાં સંક્ષિપ્તવિવક્ષાએ ૬૭ ભેદ કહ્યા છે. સત્તામાં ઉત્તરભેદોની ભિન્ન-વિવક્ષાએ ૯૩ ભેદ કહ્યા છે. સત્તામાં જ ગર્ગર્ષિ આદિ મુનિઓએ બંધનોમાં ભેદના પણ પ્રતિભેદોની જુદી જુદી વિવક્ષા કરીને ૧૦૩ ભેદ કહ્યા છે. છતાં કમ્મપયડી આદિ ગ્રંથોમાં ઉદયઉદીરણામાં નામકર્મના ૯૩ ભેદ પણ કહ્યા છે. તે પ્રમાણે ઉદીરણાસ્થાનો
ઉદીરણાકરણમાં આવે છે. (૭૧) પ્રશ્ન = ગતિનામકર્મના અને આયુષ્યકર્મના સરખે સરખા ચાર ભેદ
છે. તો તે બન્નેમાં તફાવત શું ? દેવાયુષ્ય એટલે પણ દેવભવની પ્રાપ્તિ, અને દેવગતિ એટલે પણ દેવભવની પ્રાપ્તિ, તો આ બન્ને કર્મોનું જાદું-જુદું ફળ શું? ઉત્તર = ગતિનામકર્મ પ્રાપ્તિ અર્થમાં છે. આયુષ્યકર્મ પ્રાપ્તિ અર્થમાં નથી, પરંતુ પ્રાપ્તસ્થિતિમાં પ્રતિબન્ધઃા અર્થમાં છે. એટલે કે દેવગતિનામકર્મ દેવભવની પ્રાપ્તિ કરાવે છે. દેવભવ અપાવે છે. અને દેવાયુષ્યકર્મ પ્રાપ્ત થયેલા દેવભવમાં પકડી રાખે છે. જીવાડે છે. નીકળવા દેતું નથી. એવો અર્થ છે. જો કે બન્ને સાથે ઉદયમાં શરૂ થાય છે. તો પણ એક કર્મ દેવભવ પ્રાપ્ત કરાવે છે. અને બીજાં કર્મ પ્રાપ્ત થયેલા
એવા દેવભવમાં પ્રતિબંધ કરે છે, (૭૨) પ્રશ્ન = જાતિનામકર્મ ઇન્દ્રિયો આપે કે બીજું કંઈ આપે ?
ઉત્તર = અંગોપાંગનામકર્મથી દ્રવ્યન્દ્રિયો મળે છે. અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી ભાવેન્દ્રિયો મળે છે. તેથી જાતિનામકર્મ ઈન્દ્રિયપ્રાપ્તિનું કારણ નથી, પરંતુ હીનાધિક ચૈતન્યની પ્રાપ્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org