________________
૨૧૪
પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના
જાતિનામકર્મ કારણ છે. હીનાધિક ચૈતન્ય પ્રાપ્ત થવાથી સમાનવ્યવહાર થાય છે. તેથી પરંપરાએ સમાન વ્યવહારનું પણ કારણ જાતિનામકર્મ
કહેવાય છે. (૭૩) પ્રશ્ન = ચૈતન્યની પ્રાપ્તિ તો જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમથી
થાય છે. તેમાં અઘાતી એવા જાતિનામકર્મને કારણ માનવાની જરૂર શું? જાતિનામકર્મ ચૈતન્યનું કારણ કેમ બને? ઉત્તર = ચૈતન્યની પ્રાપ્તિનું કારણ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષયોપશમ જ છે. પરંતુ તે ક્ષયોપશમનું કારણ જાતિનામકર્મ છે. આ જીવ મરીને એકેન્દ્રિયમાં જાય એટલે તે જાતિનામકર્મના ઉદયથી જ્ઞાનવરણીય કર્મનો ઉદય થાય છે અને તેનાથી ચૈતન્ય હીન બની જાય છે, અને એકેન્દ્રિયના ભવમાંથી નીકળી પંચેન્દ્રિયાદિના ભવમાં આવે એટલે જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થાય છે. અને તેનાથી ચૈતન્ય વૃદ્ધિ પામે છે. આ પ્રમાણે જાતિનામકર્મ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ
દ્વારા હીનાધિક ચૈતન્યનું કારણ બને છે. (૭૪) પ્રશ્ન = શરીરનામકર્મ, બંધનનામકર્મ, સંઘાતનનામકર્મ, અને
અંગોપાંગનામકર્મ આ ચારેનું ભિન્ન-ભિન્ન કાર્ય શું? ઉત્તર = આ ચારે કર્મો શરીર સંબંધી હોવાથી સાથે જ ઉદયમાં શરૂ થાય છે પરંતુ તે દરેકનું કાર્યક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. (૧) શરીરનામકર્મનો ઉદય ઔદારિકાદિ શરીરને યોગ્ય પુગલોનું ગ્રહણ કરાવે છે. તેનું શરીરરૂપે પરિણમન કરાવે છે. એટલે શરીર આકાર બને છે. (૨) સંઘાતનનામકર્મ શરીરમાં જોઈતાં પુદ્ગલોનું પ્રમાણ નક્કી કરી આપે છે. તેનાથી જરૂરી પરિમિત પુદ્ગલોનું જ ગ્રહણ થાય છે. (૩) અંગોપાંગનામકર્મ શરીરમાં હાથ પગ-મુખાદિ અવયવોની રચના કરી આપે છે. અને (૪) બંધનનામકર્મ ગૃહીત અને પ્રતિસમયે ગૃહ્યસાણ યુગલોને એકરૂપ બનાવે છે કે જેનાથી
શરીરની વૃદ્ધિ થાય છે. (૭૫) પ્રશ્ન = બંધન જો ૧૫ છે તો સંઘાતન ૫ કેમ ? સંઘાત થયા વિના
બંધ તો થવાનો જ નથી ? તો બન્નેની સંખ્યા સરખી જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org