SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૨૧૫ ઉત્તર = જો કે સંઘાતન પણ બંધનને અનુસારે ૧૫ જ છે. પરંતુ સ્વજાતીય સંઘાતને સંઘાત ગણાય છે. વિજાતીય સંઘાતને સંઘાત તરીકે વ્યવહારમાં લેખાતો નથી. માટે સંઘાતન ૧૫ કહ્યાં નથી. (૭૬) પ્રશ્ન = શરીર, બંધન, સંઘાતન, અંગોપાંગ, અને નિર્માણ, આ શરીરસંબંધી પાંચે કર્મો તથા વર્ણાદિનામકર્મો સર્વે જીવોને ઉદયમાં હોય ? ઉત્તર = ઉપરોક્ત સર્વે કર્મો સર્વે સંસારી જીવોને ઉદયમાં હોય જ છે. ફક્ત એકેન્દ્રિય જીવોને અંગોપાંગ નામકર્મ હોતું નથી. વિગ્રહગતિમાં શરીર ન હોવાથી શરીરસંબંધી કર્મો ઉદયમાં હોતાં નથી. તથા ચૌદમે ગુણઠાણે શરીરસંબંધી કર્મો ઉદયમાં નથી. ફક્ત નિર્માણ નામકર્મ જીવવિપાકી અને ધ્રુવોદયી હોવાથી વિગ્રહગતિમાં પણ હોય છે. (૭૭) પ્રશ્ન=વિગ્રહગતિમાં શરીર વિના નિર્માણ નામકર્મનો ઉદય શું કાર્ય કરે? ઉત્તર = જો કે વિગ્રહગતિમાં શરીર નથી, પરંતુ હોત તો અંગઉપાંગોને યથાસ્થાને નિર્માણનામ ગોઠવી આપત, એમ ગોઠવવાનું કાર્ય કરનાર નિર્માણનામકર્મ હાજર જ છે. માત્ર ગોઠવવા લાયક પદાર્થો નથી. એટલે રચના રૂપ કાર્ય થતું નથી. (૭૮) પ્રશ્ન = પિંડપ્રકૃતિ અને પ્રત્યેકપ્રકૃતિનો અર્થ શું? તેના ભેદો કેટલા? ઉત્તર- જેના ભેદો હોઈ શકે તે પિંડપ્રકૃતિ, અને જેના ઉત્તર ભેદો ન હોઈ શકે તે પ્રત્યેકપ્રકૃતિ કહેવાય છે. પિંડપ્રકૃતિના ગતિ-જાતિ-શરીર વિગેરે ૧૪ ભેદો છે અને પ્રત્યેકપ્રકૃતિના ૮+૧૦+૧૦ = કુલ ૨૮ ભેદો છે. (૭૯) પ્રશ્ન = પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિને આશ્રયીને હોય છે? કે કરણને આશ્રયીને હોય છે ? ઉત્તર = આ બન્ને કર્મોનો ઉદય માત્ર લબ્ધિને આશ્રયીને જ હોય છે. કરણને આશ્રયી નહીં. તેથી જ ભાવિમાં પર્યાપ્તા થવાની શક્તિવાળાને વિગ્રહગતિથી જ પર્યાપ્તનામકર્મનો ઉદય હોય છે. અને ભાવિમાં પર્યાપ્ત ન થનારાને અપર્યાપ્તનામકર્મનો ઉદય હોય છે. કરણ તો ક્રિયામાત્રને આશ્રયી વિવક્ષિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy