________________
૨૧૬
પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના (૮૦) પ્રશ્ન = ગતિત્રસ (તેઉકાય અને વાયુકાય) ને સ્થાવર નામકર્મનો ઉદય
હોય કે ત્રસનામકર્મનો ? જે હોય તેનું કારણ સમજાવો. ઉત્તર = ગતિ=સને સ્થાવર નામકર્મનો જ ઉદય હોય છે. ત્રસનામકર્મનો ઉદય હોતો નથી. કારણ કે વાસ્તવિક આ જીવો સ્થાવર જ છે. માત્ર ગતિક્રિયા દેખાતી હોવાથી જાણે ત્રસ હોય શું ? એવો ત્રસત્વનો ઉપચાર થાય છે. તથા ગતિક્રિયા હોવા છતાં ઈચ્છા મુજબ ગતિ થતી
નથી માટે વાસ્તવિક ત્રસ નથી. (૮૧) પ્રશ્ન = અનંતકાયમાં સાધારણનામકર્મવાળા જીવોનાં જન્મ, મરણ,
શ્વાસ, જીવન સાથે જ છે અને સરખું જ છે. તો પછી તે સર્વ જીવોને કર્મો પણ સરખાં જ બંધાતાં હશે ને ? ઉત્તર = કર્મો સરખાં બંધાતાં નથી, કારણ કે તે સર્વે જીવોનું શરીર (ઔદારિક શરીર) એક હોવા છતાં તેજસશરીર, કાર્મણશરીર, તથા પ્રત્યેક આત્માના પરિણામો (અધ્યવસાયો) જુદા-જુદા હોય છે. પરિણતિ ભિન્ન-ભિન્ન હોવાથી કર્મબંધ પણ ભિન્ન ભિન્ન છે. તે કારણથી જ ત્યાંથી મૃત્યુ બાદ કોઈ જીવ બહાર પૃથ્વીકાયાદિમાં જન્મે છે અને કોઈ
જીવ પાછો ત્યાં જ અનંતકાયાદિમાં જન્મે છે. (૮૨) પ્રશ્ન = સૌભાગ્ય, આદેય અને યશનામકર્મમાં તફાવત શું?
ઉત્તર = કામ ઓછું કરવા છતાં જગતુ હાલ વરસાવે તે સૌભાગ્ય. પોતાનું બોલેલું વચન લોકો ઝીલી લે, ગ્રાહ્યવચની થાય તે આદેય અને
ચારે દિશામાં પ્રશંસા ફેલાય, ગુણગાન થાય તે યશકીર્તિ. (૮૩) પ્રશ્ન = તીર્થકર ભગવન્તોને સૌભાગ્ય-આદેય અને યશનામકર્મ હોવા
છતાં અભવ્યો અને મિથ્યાત્વીઓ તેમના પ્રત્યે દ્વેષ કેમ કરે છે? ઉત્તર = સૂર્ય પ્રકાશે ત્યારે ઘૂવડ ન દેખી શકે, વરસાદ વરસે ત્યારે જવાસો સુકાય એ જેમ તેઓના પ્રકૃતિદોષો છે. તેમ પ્રભુ સૌભાગ્ય અને આદયવાળા હોવા છતાં અભવ્યોને અને મિથ્યાત્વીઓને જે ખટકે
છે તે તેઓનો જ પ્રકૃતિદોષ છે. પ્રભુનો નહીં. (૮૪) પ્રશ્ન = યશ અને કીર્તિ આ બન્નેમાં તફાવત શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org