________________
કર્મવિપાક
૨૧૭ ઉત્તર = દાન-તપ-બ્રહ્મચર્યાદિ ગુણથી જે પ્રસિદ્ધિ થાય તે કીર્તિ. અને પરાક્રમ-શૂરવીરતા-અથાત્ બળથી જે પ્રસિદ્ધિ થાય તે યશ. અથવા એકદિશામાં પ્રસિદ્ધિ થાયુ તે કીર્તિ અને સર્વ દિશાઓમાં પ્રસિદ્ધિ થાય
તે યશનામકર્મ, (૮૫) પ્રશ્ન = સર્વે મનુષ્યો સરખા છે. ઉચ્ચ-નીચ કોઈ ભેદ જ નથી. ઉચ્ચ
નીચપણાનો આ ભેદ તુચ્છબુદ્ધિવાળાઓએ માત્ર કલ્પેલો છે. તેથી જ કોઈ કોમ પ્રત્યે લોકોને તિરસ્કાર જન્મે છે જે ઉચિત નથી. સર્વ મનુષ્યો સરખા છે એમ જ માનવું જોઈએને? ઉત્તર = આ વાત બરાબર નથી. આ ભેદ તુચ્છબુદ્ધિવાળાઓએ કલ્પેલો નથી. પરંતુ ગોત્રકર્મજન્ય છે. ગોત્રકર્મનું જ આ કાર્ય છે. સર્વે મનુષ્યો માનવતાની દૃષ્ટિએ જરૂર સમાન પણ છે. પરંતુ સંસ્કારિતાની દષ્ટિએ અસમાન પણ છે. માતા-પત્ની-બહેન- અને પુત્રી આ ચારે પાત્રો પોતાના કુટુંબના “સભ્ય” તરીકે સમાન પણ છે. અને અધિકારભેદે અસમાન પણ છે. તેથી જ ચારેની સાથે સરખો વ્યવહાર કરાતો નથી. માટે ગોત્રકર્મજન્ય ઉચ્ચ-નીચના ભેદથી લોહીના સંસ્કારો
જુદા જુદા જ હોય છે. (૮૬) પ્રશ્ન = અંતરાયકર્મ પુદ્ગલસંબંધી દાન-લાભ-ભોગ-ઉપભોગને રોકે
છે કે આત્માના ગુણવિષયક દાનાદિને રોકે છે? ઉત્તર = આ અંતરાયકર્મ બન્નેના વિષયવાળી એવી જે આત્મશક્તિ, તેને રોકે છે. આ કર્મ જીવવિપાકી હોવાથી જીવમાં રહેલી દાનની શકિત, લાભની શક્તિ, ભોગ કે ઉપભોગની શક્તિ, તે શક્તિનું આચ્છાદન કરે છે. આત્માની તે શક્તિ પુગલ સંબંધી પણ હોય અને આત્મગુણવિષયક પણ
હોય છે. પરંતુ આત્મશક્તિનો અંતરાય આ કર્મ કરે છે. (૮૭) પ્રશ્ન = સિદ્ધિગતિમાં સ્થિત આત્માઓમાં દાનાદિ કેમ ઘટે?
ઉત્તર = અંતરાય કર્મના ક્ષયથી આત્મામાં રહેલી દાનાદિની સર્વ શક્તિઓ આવિર્ભત થઈ છે. તેથી જ સ્વગુણોમાં તે શક્તિનો સંપૂર્ણતઃ ઉપયોગ છે જ. પૌગલિકવિષયો ત્યાં ન હોવાથી તે વ્યવહાર નથી. તે શક્તિમાત્ર પ્રગટ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org