________________
પ્રથમ કર્મગ્રંથ : સંક્ષિપ્ત સમાલોચના
(૮૮) પ્રશ્ન =જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મનાં મુખ્યત્વે બંધનાં કારણો શું ? ઉત્તર = જ્ઞાન,જ્ઞાની, અને જ્ઞાનનાં સાધનોનો વિનાશ, હત્યા, અપમાન, તિરસ્કાર, તેઓને ન ગમે તેવું આચરણ, તેઓના દુરુપયોગ, બાળવાં, ફાડવાં, તોડવાં, છૂપાવવા ઇત્યાદિથી આ કર્મ બંધાય છે.
(૮૯) પ્રશ્ન = આંધળા, બહેરા, બોબડાપણું ક્યા કર્મથી પ્રાપ્ત થાય છે ? ઉત્તર દર્શનાવરણીય કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પૂર્વભવોમાં
કોઇના આંખ, કાન, નાક કાપ્યાં હોય., ડામ દીધા હોય કે હાથ-પગ છેદ્યા હોય તો તેનાથી બંધાયેલું કર્મ આવાં ફળ આપે છે.
૨૧૮
=
(૯૦) પ્રશ્ન = સાતા વેદનીય કર્મ શાનાથી બંધાય ?
ઉત્તરઃ- સદ્ગુરુજીની ભક્તિ, વડીલોનું બહુમાન, ક્ષમાશીલ સ્વભાવ, કરુણા, વ્રતોનું યથાર્થપાલન, શુભયોગમાં પ્રવૃત્તિ, કષાયો ઉપર વિજય, દાનગુણવાળો સ્વભાવ, ધર્મકાર્યમાં દૃઢતા વગેરેથી સાતાવેદનીય કર્મ બંધાય છે. જે નિરોગિતા આદિ સંસારસુખનો હેતુ છે.
(૯૧) પ્રશ્ન = અસાતા વેદનીયના બંધહેતુ શું ?
ઉત્તર = તે સાતાથી જ વિપરીત બંધહેતુઓ અસાતાના બંધનાં કારણો છે. ગુરુનું અપમાન, વડીલોનો તિરસ્કાર, કષાયયુક્ત સ્વભાવ, અશુભયોગમાં પ્રવૃત્તિ ઇત્યાદિ અસાતા બંધાવે છે જે રોગિ-દશા આદિ સંસારનાં દુઃખનાં કારણો છે.
(૯૨) પ્રશ્ન = મિથ્યાત્વ મોહનીય કર્મ શાનાથી બંધાય છે. ?
ઉત્તર વીતરાગ પ્રભુની યથાર્થ વાણીનો વિનાશ કરવાથી, તેનાથી વિરુદ્ધ વાણીનો પ્રચાર કરવાથી, દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરવાથી, જિનેશ્વર, મુનિ, ચૈત્યાદિનો વિનાશ ક૨વાથી, અથવા તેઓની નિંદા કરવાથી આ કર્મ બંધાય છે. જે સમ્યકત્વનું આવારક છે.
=
(૯૩) પ્રશ્ન = ચારિત્ર મોહનીય કર્મના બંધનાં કારણો શું ?
Jain Education International
ઉત્તર પાંચ ઇન્દ્રિયોના વિષયોની વાસના અને કષાયોથી આ કર્મ બંધાય છે. જે સદાચારને કલંકિત-કલુષિત કરે છે.
=
For Private & Personal Use Only
www.jainelibrary.org