________________
કર્મવિપાક
૨૧૯
(૯૪) પ્રશ્ન = દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયમાં તફાવત શું?
ઉત્તર = શ્રદ્ધાને (રુચિને) કલુષિત કરે વિનાશ કરે તે દર્શનમોહનીય,
આચારને કલુષિત કરે, વિનષ્ટ કરે તે ચારિત્રમોહનીય. (૯૫) પ્રશ્ન = નરકાદિ ચારે આયુષ્યોના બંધનાં કારણો શું?
ઉત્તર = (૧) મહાઆરંભ- સમારંભ, રૌદ્રધ્યાનના પરિણામ તે નરકાયુષ્યના બંધનું કારણ. (૨) માયા- કપટ-જુઠ- અપ્રામાણિકતા એ તિર્યંચાયુષ્યના બંધનું કારણ. (૩) અલ્પ આરંભ- સમારંભ, મધ્યમગુણવત્તા, તે મ. ના બંધનું કારણ. (૪) રાગવાળો સંયમ, અકામનિર્જરા, અને અજ્ઞાનતપ એ દેવાયુષ્યના
બંધનું કારણ. (૯૬) પ્રશ્ન = બંધાયેલું આયુષ્ય નાનું-મોટું થાય કે ન થાય?
ઉત્તર = નાનું થઈ શકે પરંતુ મોટું ન થાય, બંધાયા પછી ઉદયમાં
આવે ત્યારે જે તુટીને નાનું થઈ શકે તે અપવર્તનીય કહેવાય છે. (૭) પ્રશ્ન = અપવર્તનીય- અનાવર્તનીય આયુષ્ય કોનું કોનું હોય?
ઉત્તર = દેવો, નારકી, તદ્દભવમોક્ષગામી, ત્રેસઠશલાકાપુરુષો અને યુગલિક મનુષ્ય- તિર્યંચોનું આયુષ્ય અનપવર્તનીય હોય છે. બાકીના
જીવોનું આયુષ્ય અપવર્તનીય હોય છે. (૯૮) પ્રશ્ન = ઉચ્ચ-નીચ-ગોત્ર કર્મ કયા કારણોથી બંધાય છે?
ઉત્તર = અન્ય વ્યક્તિઓનો ગુણોને જ જોનારો, નાના ગુણને મોટા કરનારો, અભિમાન વિનાનો, ભણવા-ભણાવવાની રુચિવાળો અને તીર્થંકર પરમાત્માની ભક્તિ કરનાર ઉચ્ચગોત્ર કર્મ બાંધે છે. તેનાથી
વિપરીતપણે વર્તનારો નીચગોત્ર બાંધે છે. (૯૯) પ્રશ્ન = આ જીવ શું કરવાથી અંતરાય કર્મ બાંધે છે?
ઉત્તર = જિનેશ્વરની પૂજા દર્શન-વંદનમાં વિગ્ન કરવાથી, અને હિંસા જુઠ-ચોરી આદિ પાપોમાં વર્તવાથી જીવ અંતરાય કર્મ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org