________________
૨૨૦
પ્રથમ કર્મગ્રંથ સંક્ષિપ્ત સમાલોચના
(100) પ્રશ્ન = આ કર્મગ્રંથ કોણે બનાવ્યો ? તેના ઉપર બીજી ટીકાઓ તથા
ભાષાન્તર આદિ શું સાહિત્ય છે? ઉત્તર = આ કર્મગ્રંથ શ્રી દેવેન્દ્રસૂરિજીએ લખ્યો છે. તેમના ગુરુજીનું નામ જગચંદ્રસૂરીશ્વરજી હતું. તેઓ શ્વેતામ્બરીયામ્નાયના હતા. આ કર્મગ્રંથ ઉપર પોતે જ સ્વોપજ્ઞ ટીકા બનાવી છે. તથા મહેસાણા પાઠશાળા, સોમચંદ ડી. શાહ તથા પંડિત ભગવાનદાસ હરખચંદ અને પંડિતજી સુખલાલજીભાઈ કૃત ગુજરાતી વિવેચનો પ્રકાશિત થયેલાં છે. આ કર્મના વિષય ઉપર શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયોમાં વિપુલ સાહિત્ય છે. જેની કંઈક રૂપરેખા પ્રસ્તાવનામાં અમે લખી છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. અંતે આ કર્મગ્રંથનો અભ્યાસ કરી અન્યકર્મગ્રંથાદિ વિષયોમાં ઉત્તીર્ણ થઈ અભ્યાસક વર્ગ કર્મોનો વિનાશ કરી ઉત્તરોત્તર આત્મકલ્યાણના પંથે વિકાસ પ્રાપ્ત કરી ક્ષેપક શ્રેણી પ્રારંભી કેવલજ્ઞાની થઈ સિદ્ધિપદ પ્રાપ્ત કરે એ જ અભિલાષા.
-ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા.
* * * * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org