________________
કર્મવિપાક
પ્રશ્ન-જે વસ્તુ નિર્જીવ હોય તે આત્માને કેમ ચોટે?તેનામાં બુદ્ધિ કે જ્ઞાન તો નથી તો ચોંટવાનો વ્યવહાર ક્યાંથી થયો ?
ઉત્તર-જેમ વસ્ત્ર ઉપર તેલનું ટીપું પડયું હોય તો હવામાં ઉડતી ઝીણી ઝીણી સૂક્ષ્મ રજ નિર્જીવ હોવા છતાં, ચોંટવાની બુદ્ધિ ન હોવા છતાં તે રજ વસ્ત્રને ચોંટીને મેલ બની જાય છે. તેમ આત્મામાં તેલની ચીકાશ સદશ રાગ દ્વેષ- મોહ અને કષાયાદિના પરિણામરૂપ ચીકાશ હોય તો જ કાર્મણવર્ગણા નિર્જીવ હોવા છતાં આત્માને ચોંટીને કર્મ બને છે. અન્યથા નહીં.
પ્રશ્ન-કર્મ નિર્જીવ છે. તો તેમાં જીવને દુઃખ-સુખ આપવાની શક્તિ કેવી રીતે આવે ? નિર્જીવ વસ્તુ જ્ઞાનરહિત હોવાથી આત્માને ઉપઘાત (દુઃખ) અને અનુગ્રહ (સુખી કરવાનું શું જાણે?
ઉત્તર - આત્માને ઉપઘાત, અનુગ્રહ કરવાની નિમિત્તતા નિર્જીવ વસ્તુમાં સ્વયં છે જ. જેમ વિષ અને અમૃત નિર્જીવ હોવા છતાં એક વસ્તુ આત્માને દુઃખનું નિમિત્ત બને છે અને બીજી વસ્તુ સુખનું નિમિત્ત બને છે. તથા રાંધેલું અન્ન, પહેરાતાં વસ્ત્રો અને અલંકારો નિર્જીવ હોવા છતાં જીવને સુખનો હેતુ બને છે અને પીવાનું વિષ આદિ જીવને દુઃખનો હેતુ બને છે. એ જ રીતે કર્મ નિર્જીવ હોવા છતાં જીવને દુઃખ-સુખનો હેતુ બને છે. તથા કર્મમાં તો વળી આ આત્માએ જ પોતાને ભાવિમાં દુઃખ-સુખ આપવાની નિમિત્તતા સર્જી છે. બંધકાલે જ તેવા પ્રકારનો (ફળ આપવાની યોગ્યતા રૂપ) રસબંધ આ જીવે જ સર્જેલો છે. માટે પર્વ અન્નની જેમ કર્મ નિર્જીવ હેવા છતાં પણ આત્માને દુઃખ-સુખનો હેતુ છે.
પ્રશ્ન-આત્માને આ કર્મો વળગ્યાં ક્યારે? આત્માને કર્મો લાગવાની શરૂઆત ક્યારથી થઈ હશે?
ઉત્તર-આત્માને કર્મનો સંયોગ અનાદિકાળથી છે. તેનો પ્રારંભ જ નથી. જેમ કોઈ પણ મનુષ્યનો જન્મ તેના પિતાથી છે. તેનો પણ જન્મ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org