________________
પ્રથમ કર્મગ્રંથ
પિતાથી છે. પરંતુ તે પરંપરાની આદિ નથી. કેરીનો જન્મ આંબામાંથી છે અને આંબાનો જન્મ પૂર્વની કેરી (ગોટલા)માંથી છે છતાં તેની પરંપરાની આદિ નથી. તથા મરઘીનો જન્મ ઈડામાંથી છે અને ઈંડાનો જન્મ પૂર્વ મરઘીમાંથી છે પરંતુ તેની પરંપરાની આદિ નથી તેવી જ રીતે જીવ અને કર્મના સંયોગની પરંપરાની પણ આદિ નથી. ધારો કે કર્મના સંયોગની આદિ માનીએ તો આ આત્માને જ્યારથી કર્મ શરૂ થયાં તે પહેલાં આત્મા કર્મરહિત હતો એમ નક્કી થાય અને જો કર્મરહિતને પણ કર્મ લાગતાં હોય તો સિદ્ધ થયેલા પરમાત્માઓને પણ ક્વચિત્ કર્મનો પ્રારંભ થશે અને ફરીથી સંસારની જન્મ-મરણની જંજાળમાં જોડાશે એવો અર્થ થાય. જે યુક્તિસંગત નથી. માટે કર્મ પ્રવાહથી અનાદિ છે.
પ્રશ્ન- આ આત્માની સાથે જો કર્મનો સંબંધ અનાદિકાળથી છે તો તે સંબંધ અનંતકાળ પણ રહેવો જોઈએ. જેમ આત્મા અને જ્ઞાનનો સંબંધ અનાદિ છે અને તેથી જ અનંતકાળ તે સંબંધ રહે જ છે. તેની જેમ કર્મ આત્મામાંથી કદાપિ છુટું ન જ થવું જોઈએ?
ઉત્તર- જે વસ્તુઓનો સંયોગ અનાદિકાળનો હોય તેનો સંયોગ અનંતકાળ રહેવો જોઈએ એવો નિયમ નથી. “આત્મા અને જ્ઞાનનું જે દષ્ટાંત આપ્યું છે તે પણ બરાબર નથી. કારણ કે જ્ઞાન એ ગુણ છે. સંયોગ સંબંધ બે દ્રવ્યોનો હોય છે. એક દ્રવ્ય હોય અને બીજી વસ્તુ ગુણ હોય તો તેનો સંયોગસંબંધ હોતો નથી. પરંતુ તાદાભ્યસંબંધ (અભેદ સંબંધ) કહેવાય છે. વળી જેમ દેહ અને આત્માનો સંયોગસંબંધ અનાદિ હોવા છતાં રત્નત્રયીની આરાધનાના બળે તેના સંયોગનો અંત કરી શકાય છે. નિગોદાવસ્થા અનાદિની હોવા છતાં આ આત્મા તેમાંથી નીકળે ત્યારે અંત ન કરી શકે છે. સુવર્ણ અને માટીનો સંયોગ અનાદિ હોવા છતાં અગ્નિના યોગે તેનો અંત કરી શકાય છે તેમ જીવ-કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં રત્નત્રયીની આરાધનાના બળે અને ખાસ મોહના ક્ષયથી આ સંયોગનો અંત લાવી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org