________________
કર્મવિપાક
પ્રશ્ન- જેમ રંગમાં બોળેલી પીંછી આકાશમાં ફેરવવા છતાં આકાશને કોઈ અસર થતી નથી. કારણ કે આકાશ અમૂર્ત છે. તેમ કર્મ રૂપી છે અને આત્મા અરૂપી છે માટે રૂપી એવું કર્મ અરૂપી એવા આત્માને લાભ-નુકશાન કરી શકવું જોઈએ નહીં.
ઉત્તર- વિષ અને અમૃત રૂપી હોવા છતાં આત્માને દુઃખ-સુખ કરે છે તે સમજાવાઇ ગયું છે. વળી બુદ્ધિ (જ્ઞાન) અરૂપી છે અને મદિરા- દૂધાદિ રૂપી છે છતાં મદિરાપાનથી બુદ્ધિનો વિનાશ થાય છે અને દૂધાદિ ઉત્તમ દ્રવ્યોના પાનથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે માટે રૂપી દ્રવ્ય અરૂપી દ્રવ્યને ઉપઘાત અને અનુગ્રહ કરી શકે છે. તથા સંસારી આત્મા કર્મ વિગેરે પુદ્ગલો સાથે ક્ષીર-નીરની જેમ એકમેક થયો હોવાથી કથંચિદ્ રૂપી પણ છે. તેથી તેના ઉપર કર્મોની અસર થાય તે સ્પષ્ટ છે,
પ્રશ્ન- “કર્મ” જેવું અદૃશ્ય તત્ત્વ આ સંસારમાં હશે તેમાં તેની સિદ્ધિ માટે યુક્તિ શું ?
ઉત્તર- આ સંસારમાં જે કંઇ વિચિત્રતા દેખાય છે તેની પાછળ કંઇને કંઇ કારણ હોવું જોઇએ. નિર્દેતુક આ વિચિત્રતા ન જ હોઇ શકે. માટે જે ચિત્ર-વિચિત્રતામાં બાહ્ય કારણોની વિષમતા દૃષ્ટિગોચર થતી નથી, ત્યાં તેનો જે અત્યંતર હેતુ છે તે જ કર્મ છે. જેમ કે
(૧) એક જ ઘરે એકી સાથે જન્મેલા બે બાળકોમાં એક બુદ્ધિશાળી પાકે છે અને બીજો હીનબુદ્ધિવાળો થાય છે. એક ધનવાન અને એક દરિદ્ર થાય છે. એક જીવ છોકરો અને બીજો જીવ છોકરી થાય છે.
(૨) રાજા-રંક, રોગી-નીરોગી, સુખી-દુઃખી, રૂપવાન-કુરૂપ, સજ્જનદુર્જન ઇત્યાદિ જે વિચિત્રતા થાય છે. તે કર્મકૃત છે.
(૩) દુષ્ટ કાર્યો કરનાર અને ઉત્તમ કાર્યો કરનારને જો પાપ-પુણ્ય જેવું કોઇ કર્મ ન બંધાતું હોય તો આ જગતની વ્યવસ્થા રહે જ નહીં. ઇત્યાદિ યુક્તિઓથી સમજાય છે કે કર્મ જેવું કોઈ અદૃશ્ય કારણ છે જ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org