________________
પ્રથમ કર્મગ્રંથ તિર્યંચના ગુણપ્રત્યયિક વૈક્રિય શરીરોની રચનામાં ઉપયોગી થાય એવાં પુદ્ગલોને વૈક્રિયવર્ગણા કહેવાય છે. ચૌદ પૂર્વધર મુનિમહાત્માઓ પ્રશ્નના નિવારણાદિ અર્થે કેવલી ભગવંત પાસે જવાના પ્રયોજનથી જે શરીર રચના કરે તેમાં ઉપયોગી થતાં પુદ્ગલોને આહારકવર્ગણા કહેવાય છે. શરીરમાં ભુક્ત આહારની પાચનક્રિયા કરનાર જે તૈજસ શરીર છે તેમાં ઉપયોગી પુદ્ગલોને તેજસ વર્ગણા કહેવાય છે.
આ પ્રથમની ચાર વર્ગણાના સ્કંધોનો સમૂહ ચર્મચક્ષુથી દૃશ્ય છે તેથી બાદર પરિણામી કહેવાય છે. આ શરીરોથી સંસારના ભોગો (આહાર-પાણી-મળ-મૂત્ર-નિસર્ગ આદિ) થઈ શકે છે તેથી ભોગ યોગ્ય કહેવાય છે. અને હવે નીચે બતાવાતી શેષ ૪ વર્ગણાઓના સ્કંધોનો સમૂહ ચક્ષુથી અદૃશ્ય છે તેથી સૂક્ષ્મપરિણામી છે. આ શેષ ચાર સૂક્ષ્મ પરિણામી તો છે જ પરંતુ તેમાં પણ પછી પછીની વર્ગણા અતિશય સૂક્ષ્મ છે. તથા વચનોચ્ચારમાં, શ્વાસ ઉચ્છ્વાસમાં અને ચિંતન-મનનમાં ઉપયોગી થતાં પુદ્ગલોને અનુક્રમે પાંચમી ભાષાવર્ગણા, છઠ્ઠી શ્વાસોચ્છ્વાસ વર્ગણા અને સાતમી મનોવર્ગણા કહેવાય છે. અને આત્માની સાથે કર્મરૂપે બાંધવાને યોગ્ય જે પુદ્ગલો તેને આઠમી કાર્મણવર્ગણા કહેવાય છે. આ કર્મગ્રંથોમાં જે કર્મની ચર્ચા શરુ થાય છે તે કર્મ આ આઠમી કાર્યણવર્ગણાનું જ બને છે. તે પરમ સૂક્ષ્મ છે અદૃશ્ય છે. ચૌદ રાજલોક પ્રમાણ સમસ્ત લોકાકાશમાં પ્રદેશે પ્રદેશે આ વર્ગણા ભરેલી છે. જો કે આઠે વર્ગણા સમસ્ત લોકમાં ખીચોખીચ ભરેલી છે તથાપિ આપણી ચર્ચાનો વિષય જે કર્મ છે તેને યોગ્ય કાર્યણવર્ગણા પણ સમસ્ત લોકાકાશમાં વ્યાપ્ત છે એમ સમજી અત્યારે તેની ચર્ચા કરીએ.
આ કાર્યણવર્ગણા નિર્જીવ છે. પુદ્ગલાત્મક છે. વર્ણાદિસહિત છે. ચક્ષુથી અગોચર છે. સમસ્ત લોકવ્યાપી છે. જેમ અંજનના ચૂર્ણથી ભરેલો ડબો હોય તેમ આ વર્ગણાથી ચૌદે રાજલોક ભરપૂર છે. સૂક્ષ્મ છે, અતિસૂક્ષ્મ છે. એક જાતની ઝીણી ૨જ છે. તે આત્માની સાથે ચોંટીને કર્મ બને છે.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org