________________
जयन्तु श्रीवीतरागाः
પૂજ્યપાદ વિવિધગુણગણાલંકૃત આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી વિરચિત કર્મવિપાકનામા
પ્રથમકર્મગ્રંથ કર્મવિપાક નામના પ્રથમ કર્મગ્રંથના અર્થ પ્રારંભ કરતાં પહેલા જૈનદર્શનની દૃષ્ટિએ “કર્મ” એ શું વસ્તુ છે? આત્માની સાથે કેમ બંધાય છે? અને કેવી રીતે બંધાય છે? તે સંબંધી કેટલીક પ્રાથમિક વિચારણા જાણી લઈએ.
નવતત્ત્વમાં અજીવ તત્ત્વ આવે છે. તેના ધર્માસ્તિકાયાદિ પાંચ ભેદો છે. તેમાં પુદ્ગલાસ્તિકાય નામનું ૧ દ્રવ્ય છે. જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળું અને રૂપી દ્રવ્ય છે. તેના સ્કંધ દેશ-પ્રદેશ અને પરમાણુ એવા ચાર ભેદ છે. સંખ્યાત-અસંખ્યાત કે અનંત પ્રદેશો ભેગા થઈને બનેલા દ્રવ્યોને સ્કંધ કહેવાય છે. સરખે સરખા પ્રદેશોના બનેલા સ્કંધોના સમૂહને વર્ગણા કહેવાય છે. અથવા એકેક સ્કંધને પણ વર્ગણા કહેવાય છે. પુદ્ગલાસ્તિકાય નામના દ્રવ્યમાં આવા પ્રકારની અનંતાનંત વર્ગણાઓ છે. આ અનંતાનંત વર્ગણાઓમાં વચ્ચે વચ્ચે અનંતી અવંતી વર્ગણાઓના આઠ સમૂહો એવા છે જેને જીવ ગ્રહણ કરી શકે છે. આ આઠમાંની એક પછી એક વર્ગણાઓ વધારે વધારે પ્રદેશોની બનેલી છે. અને અવગાહનામાં વધારે વધારે સૂક્ષ્મ છે.
(૧) ઔદારિકવર્ગણા, (૨) વૈક્રિયવર્ગણા, (૩) આહારકવર્ગણા, (૪) તૈજસ-વર્ગણા, (૫) ભાષાવર્ગણા, (૬) શ્વાસોચ્છવાસવર્ગણા, (૭) મનોવર્ગણા અને (૮) કાર્મણવર્ગણા. એમ ૮ વર્ગણા જાણવી. મનુષ્યતિર્યંચોના ઔદારિક શરીરોની રચનામાં ઉપયોગી થાય તેવાં પુગલોને ઔદારિકવર્ગણા કહેવાય છે. દેવ નારકીના ભવપ્રત્યમિક અને મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org