________________
૪૬
પ્રથમ કર્મગ્રંથ
વિનાશ પામે છે તેથી તેને આશ્રયી સપર્યવસિત શ્રુત કહેવાય છે. અને અનેક જીવ દ્રવ્યોને આશ્રયી શ્રુતજ્ઞાન અનાદિકાળથી ચાલ્યું જ આવે છે અને શિષ્ય-પ્રશિષ્યોની પરંપરા દ્વારા અનંતકાળ ભણાતું જ રહેશે. માટે અનાદિ-અપર્યવસિત કહેવાય છે. સારાંશ કે એક જીવદ્રવ્ય આશ્રયી સાદિ-સપર્યવસિત અને અનેક જીવદ્રવ્ય આશ્રયી અનાદિ-અપર્યવસિત કહેવાય છે.
(૨) ક્ષેત્રથી- ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં પહેલા ઋષભદેવાદિ તીર્થકર ભગવન્તના શાસનથી આ સમ્યજ્ઞાનની શરૂઆત થાય છે અને વચ્ચે શાસન વિચ્છેદ થાય છે તેની વિવક્ષા ન કરીએ તો ચરમ તીર્થંકરના શાસનના અંતકાળે (પાંચમા આરાના છેડે) આ સમ્યગ્રુતનો વિનાશ થાય છે માટે ભરત-ઐરાવતક્ષેત્ર આશ્રયી સમ્યકશ્રુત સાદિ-સપર્યવસિત છે, પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં સદા તીર્થકર ભગવન્તો હોવાથી ત્યાં સમ્યફશ્રુતજ્ઞાન સદાકાળ હોય જ છે. તેથી તે ક્ષેત્ર આશ્રયી અનાદિ-અપર્યવસિત સમ્યફથુત છે.
(૩) કાળથી- ઉત્સર્પિણી- અવસર્પિણી કાળને આશ્રયી ત્રીજા આરાથી સમ્યકશ્રુત પ્રારંભાય છે અને ઉત્સર્પિણીમાં ચોથા આરામાં કેટલોક કાળ ગયા પછી, અને અવસર્પિણીમાં પાંચમા આરાના છેડે આ સમ્યકશ્રુતજ્ઞાન વિનાશ પામે છે માટે ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ આશ્રયી સમ્યકશ્રુત સાદિ-સપર્યવસિત છે, પરંતુ મહાવિદેહ ક્ષેત્રમાં નોઉત્સર્પિણી અને નોઅવસર્પિણી કાળ છે. તે કાળને આશ્રયી સદા શ્રુતજ્ઞાન હોવાથી અનાદિ-અપર્યવસિત છે.
(૪) ભાવથી- ઉપયોગને આશ્રયી જ્યારે વિચારીએ ત્યારે ક્યારેક શ્રુતજ્ઞાનનો ઉપયોગ હોય અને તે ઉપયોગપૂર્વક ભણાતું-ભણાવાતું હોય ત્યારે, તથા કયારેક ઉપયોગ ન પણ હોય અર્થાત્ ચિત્ત અન્યવિષયમાં હોય અને શ્રુતજ્ઞાન ભણાતું તથા ભણાવાતું હોય ત્યારે ઉપયોગને આશ્રયી સાદિ-સપર્યવસિત અને લબ્ધિને આશ્રયી વિચારીએ તો શ્રુતજ્ઞાનાવરણીય કર્મના લાયોપથમિક ભાવરૂપ લબ્ધિ આ જીવને કાયમ હોય જ છે. કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org