________________
કર્મવિપાક
ભવ્ય જીવમાં કેવળજ્ઞાન પામે ત્યારે અંત આવે, પરંતુ અભવ્ય જીવમાં તો સદાકાળ શ્રુતજ્ઞાનની લબ્ધિ હોય જ છે. (અહીં સમ્યક કે મિથ્યાશ્રુતનો ભેદ વિચાર્યો નથી, તેથી તે લબ્ધિને આશ્રયી અનાદિ અપર્યવસિત છે અથવા સમ્યગ્દષ્ટિ ભવ્યને આશ્રયી સાદિ-સપર્યવસિત, અને મિથ્યાષ્ટિઅભવ્યને આશ્રયી અનાદિ-અપર્યવસિત કહેવાય છે.
(૧૧-૧૨) ગમિકશ્રુત અને અગમિકશ્રુત -
જે શાસ્ત્રોમાં વારંવાર સરખે સરખા પાઠો આવતા હોય, પ્રયોજન વશથી જે વિશેષતા બતાવવી હોય તેટલી જ માત્ર વિશેષતા બતાવીને બીજા બધા પાઠના આલાવા જ્યાં સરખા હોય તે ગમિકહ્યુત. આ પ્રાયદૃષ્ટિવાદમાં હોય છે. સમજવા પુરતું જ ઉદાહરણ તરીકે જેમ પક્ષ્મી સૂત્રમાં આવતા પાંચ મહાવ્રતના આલાવા વિગેરે, અને જ્યાં સરખે સરખા પાઠો હોતા નથી તે અગમિકશ્રુત. જેમ આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ વિગેરે.
(૧૩-૧૪) અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય -
તીર્થંકર પરમાત્માની વાણી સાંભળીને ગણધર મહારાજાઓ જે શાસ્ત્રોની રચના કરે છે તેને અંગ કહેવાય છે. તે અંગમાં આવેલું જે શ્રુત તે અંગપ્રવિષ્ટશ્રુત કહેવાય છે. તે દ્વાદશાંગી જાણવી. આચારાંગ-સૂયગડાંગઠાણાંગ, સમવાયાંગ-ભગવતીજી વિગેરે. તેમાં અત્યારે ૧૨મું દૃષ્ટિવાદ અંગ વિચ્છેદ ગયેલું છે. શેષ અગ્યાર અંગ ઉપલબ્ધ છે. ગણધર મહારાજાઓ પછી થયેલા સ્થવિર આચાર્યોનું બનાવેલું જે શ્રુત તે અંગ બાહ્યશ્રુત કહેવાય છે. જેમકે ઉત્તરાધ્યયન, નિશીથસૂત્ર, દશવૈકાલિક, દશાશ્રુતસ્કંધ આદિ.
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના અક્ષરદ્યુત આદિ સાતની સામે પ્રતિપક્ષ રૂપે બીજા સાત ભેદો ગણતાં થયેલા ૧૪ ભેદોનું વર્ણન પૂર્ણ થયું. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org