________________
४८
પ્રથમ કર્મગ્રંથ
હવે તે જ શ્રુતજ્ઞાનના બીજી અપેક્ષાએ ૨૦ ભેદો છે તે સમજાવે છે. पज्जय-अक्खर-पय-संघाया, पडिवत्ती तह य अणुओगो। પદુડ-પાદુ -પાદુ વધુ પૂછ્યા યા-સમાસા છા (पर्यायाक्षर-पद-संघाताः, प्रतिपत्तिस्तथा चानुयोगः । પ્રાકૃત-પ્રાકૃત-પ્રાકૃત-વસ્તુ-પૂર્વાળિ સલમાન)
શબ્દાર્થ :- પાયપર્યાયશ્રુત, અવર-અક્ષરશ્રુત, વ=પદદ્ભુત, સંધાયા=સંઘાતશ્રુત, પડવની પ્રતિપત્તિશ્રુત, તહં તથા, ચ=અને, મજુરોનો =અનુયોગશ્રુત, પાહુડ પાદુડ પ્રાભૃત-પ્રાભૃતકૃત, પાદુર્ડ પ્રાભૃતશ્રુત, વલ્થવસ્તુશ્રુત, પૂથ્વી=પૂર્વશ્રુત, ચ=અને, સમાસા-સમાસ સહિત ભેદો છે.
ગાથાર્થ- પર્યાયશ્રુત, અક્ષરશ્રુત, પદદ્ભુત, સંઘાતશ્રુત, પ્રતિપત્તિશ્રુત તથા અનુયોગશ્રુત, પ્રાભૃતપ્રાભૃતકૃત, પ્રાભૃતકૃત, વસ્તુશ્રુત, અને પૂર્વશ્રુત એમ દશભેદો છે તે સમાસ સહિત કરતાં વીસ ભેદો થાય છે. ૭.
| વિવેચન - પૂર્વે જે ચૌદ ભેદો સમજાવ્યા, તેમાંના કોઈ પણ પ્રતિપક્ષી બે ભેદોમાં સર્વશ્રુતનો સમાવેશ થાય છે. જેમ કે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય, કોઈ શાસ્ત્રો અંગપ્રવિષ્ટ હોય અને કોઈ શાસ્ત્રો અંગબાહ્ય હોય છે. પરંતુ સર્વ શાસ્ત્રોનો આ બેમાં સમાવેશ થાય છે. આ રીતે આ ચૌદ ભેદો સમજાવ્યા છે. અને હવે જે વીસ ભેદો સમજાવાય છે, તે ઉત્તરોત્તર અધિક-અધિક ક્ષયોપશમને આશ્રયી પાડેલા ભેદો છે. પર્યાય અને પર્યાવસમાસશ્રુત કરતાં અક્ષર અને અક્ષરસમાસશ્રુતમાં વધારે ક્ષયોપશમ છે. એમ તેનાથી ઉત્તરોત્તર ભેદો વિશિષ્ટ-વિશિષ્ટ-ક્ષયોપશમને આશ્રયી સમજાવવામાં આવ્યા છે. સૌથી વધારે ક્ષયોપશમવાળું શ્રુતજ્ઞાન પૂર્વશ્રુત અને પૂર્વસમાસશ્રુતમાં હોય છે. આ પ્રમાણે ૧૪ અને ૨૦ ભેદોનું પ્રયોજન ભિન્ન ભિન્ન જાણવું. (૧-૨) પર્યાયશ્રુત-પર્યાયસમાસશ્રુત -
શ્રુતજ્ઞાનનો સૌથી સૂક્ષ્માતિસૂક્ષ્મ અવિભાજ્ય અંશ તેને પર્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org