________________
કર્મવિપાક
૪૯
કહેવાય. આવા એક પર્યાયનું જે શ્રુતજ્ઞાન તે વાસ્તવિકપણે પર્યાયશ્રુત કહી શકાય, પરંતુ આવા એકપર્યાયનું શ્રુતજ્ઞાન કોઈ જીવને હોતું નથી. કારણકે બીજા જીવો કરતાં ઓછામાં ઓછા શ્રુતજ્ઞાનવાળા સૂક્ષ્મ નિગોદીયા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે તેમાં પણ અતિશય અલ્પશ્રુતજ્ઞાનવાળા જીવનું પણ શ્રુતજ્ઞાન અનેક પર્યાયવાળું જ હોય છે. એકપર્યાયવાળું હોતું નથી. તેથી આ જઘન્યશ્રુતવાળા સૂક્ષ્મનિગોદના જીવને આશ્રયી જે સ્વલ્પતરધ્રુતજ્ઞાન વર્તે છે. તેનાથી ઉત્પત્તિના પ્રથમ સમયે જ વર્તતા બીજા કોઈ સૂક્ષ્મ નિગોદના જીવને એક પર્યાય જેટલું જે અધિકશ્રુતજ્ઞાન વર્તે, તે પર્યાયશ્રુત કહેવાય છે. અર્થાત્ જઘન્યતર શ્રુતજ્ઞાનવાળા કરતાં એક પર્યાય જેટલું અધિક શ્રુત જેને વર્તે તે પર્યાયશ્રુત. અને જઘન્યતર શ્રુતવાળા તે પ્રથમ જીવ કરતાં બે-ચાર-દશ પર્યાય જેટલું અધિક શ્રુત જેને વર્તે તે પર્યાયસમાસશ્રુત જાણવું. સમાસ એટલે સમૂહ.
(૩-૪) અક્ષરદ્યુત અને અક્ષરસમાસશ્રુત -
૩ થી ૪ સુધીના જે સ્વરો તથા વ્યંજનો છે તેને અક્ષર કહેવાય છે. કોઈપણ એક અક્ષર એકલો (એકલવાયો) હોય ત્યારે તેના કેટલા કેટલા અર્થો થાય ? અને તે જ અક્ષર બીજા સ્વર-વ્યંજનોની સાથે જોડાયો છતો કેટલા અર્થો થાય ? તેના સંબંધી વાચ્ય અર્થનું જે જ્ઞાન તે અક્ષરદ્યુત. જેમ કે તે એકલો હોય તો પૃથ્વી અર્થ થાય છે. અને તે જ * બીજા સાથે મળ્યો છતો કડું, કુંડળ, કમળ, કનક, કાજળ, કાન્તિ, કોમળ ઈત્યાદિ અનેક અર્થો સમજાવે છે. આવા એકેક અક્ષરના એકલવાયા રૂપે અને સાંયોગિક રૂપે અસંખ્યાતા પર્યાયો (અર્થે જણાવવાની શક્તિરૂપ) થાય છે. તેમાંથી કેટલાક પર્યાયયુક્ત એક અક્ષરનું જે જ્ઞાન તે અક્ષરશ્રુત, અને ઘણા અક્ષરોનું જે જ્ઞાન તે અક્ષરસમાસશ્રુત.
(પ-૬) પદદ્ભુત અને પદસમાસક્રુત સંસ્કૃત ભાષામાં “વિદત્યન્ત ભદ્ર” વિભક્તિ જેને અંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org