________________
૫૦
,
પ્રથમ કર્મગ્રંથ
હોય તેને પદ કહેવાય છે. અને નવકારમંત્ર- ઈરિયાવહિયે આદિ સૂત્રોમાં “અર્થપરિસમણિઃ પત્રમ" જ્યાં અર્થ પૂર્ણ થાય તેને પદ કહેવાય છે. પરંતુ તે બન્ને અર્થે અહીં લેવાના નથી. આચારાંગ આદિ શાસ્ત્રોનું અઢાર હજાર પદનું માન કહેવાય છે અને સૂયગડાંગ આદિનું તેનાથી ડબલ ડબલ પદોનું માન કહેવાય છે. તે પદ અહીં સમજવાનું છે. કર્મગ્રંથની ટીકામાં લખ્યું છે કે આ પદ કેટલું લેવું? તેનું માપ તેવા પ્રકારના સંપ્રદાયના અભાવથી હાલ જણાતું નથી. તેથી તે માન હાલ વ્યવહારમાં નથી. તેવા એક પદનું જ્ઞાન તે પદધૃત અને ઘણાં પદોનું જ્ઞાન તે પદસમાસશ્રુત.
(૭-૮) સંઘાતશ્રુત અને સંઘાતસમાસકૃત -
ગતિ- ઈન્દ્રિય-કાય-યોગ ઈત્યાદિ ૧૪ માર્ગણાઓ આવે છે. તત્ત્વોની વિચારણા કરવા માટે પાડેલાં જે દ્વારા તેને માર્ગણા કહેવાય છે. આવી ૧૪ મૂળમાર્ગણા છે અને તેના ૬૨ ઉત્તરભેદો છે. જેમ કે ગતિના ૪, ઈન્દ્રિયના ૫, કાયના ૬, યોગના ૩ વિગેરે. આ ઉત્તરમાર્ગણાઓમાંથી કોઈ પણ એક ઉત્તર માર્ગણામાં જીવતત્ત્વ વિગેરે સંબંધી જ્ઞાન થાય તે સંઘાતકૃત અને બે ત્રણ ઉત્તરમાર્ગણાઓમાં જીવતત્ત્વાદિનું જ્ઞાન થાય તે સંઘાતસમાસશ્રુત કહેવાય છે. (અહીં કોઈ પણ એક મૂળ માર્ગણાના જેટલા ઉત્તરભેદો હોય તેમાંથી ૧ ઉત્તરભેદ ઓછો હોય તો તે સંઘાતસમાસક્રુત કહેવાય છે. દા. ત. ગતિમાર્ગણાના ચાર ભેદો છે. તેમાં રાસ ગતિમાં જીવતત્ત્વાદિનું જ્ઞાન થાય તો તે સંઘાતસમાસશ્રુત કહેવાય છે. પરંતુ જો ચારે ગતિસંબંધી જીવતત્ત્વાદિનું જ્ઞાન થાય તો એક મૂળમાર્ગણા સંપૂર્ણ જણાવાથી તે પ્રતિપત્તિશ્રુત કહેવાય છે. માટે ૧ ઉત્તરમાર્ગણા ઓછી હોય ત્યાં સુધી સંઘાત સમાસશ્રુત કહેવાય છે એમ સમજવું.)
(૯-૧૦) પ્રતિપત્તિશ્રુત-પ્રતિપત્તિસમાસકૃતઃ
ગતિ આદિ ઉપર સમજાવેલી ૧૪ મૂળમાર્ગણાઓમાંથી કોઈપણ એક મૂળમાર્ગણા (તેના સર્વ ઉત્તરભેદો સાથે)નું જીવતત્ત્વ વિગેરે સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org