________________
કર્મવિપાક
૫૧
જે જ્ઞાન થાય તે પ્રતિપત્તિકૃત અને બે-ત્રણ-ચાર મૂળમાર્ગણાઓમાં જીવાદિ તત્ત્વ સંબંધી જે જ્ઞાન થાય તે પ્રતિપત્તિસમાસશ્રુત કહેવાય છે.
(૧૧-૧૨) અનુયોગશ્રુત અને અનુયોગસમાસશ્રુત.
વસ્તુ તત્ત્વની સૂક્ષ્મ વિચારણા કરવા માટે વ્યાખ્યાનના ઉપાયભૂત સત્પદપ્રરૂપણા, દ્રવ્ય પ્રમાણ, ક્ષેત્ર આદિ પાડેલાં જે નવ દ્વારા તે અનુયોગ કહેવાય છે. તેવા એક અનુયોગ ઉપર જીવ-અજવાદિ નવ તત્ત્વોની વિચારણાપૂર્વકનું જે જ્ઞાન તે અનુયોગશ્રુત અને બે-ત્રણ-ચાર યાવતુ નવે અનુયોગ ઉપર જીવાદિ તત્ત્વોનું જે જ્ઞાન તે અનુયોગસમાસશ્રુત કહેવાય છે.
(૧૩-૧૪) પ્રાભૃતપ્રાભૃતસ્કૃત અને પ્રાપ્રાસમાસક્રુત
દષ્ટિવાદ નામના બારમા અંગમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વાનુયોગ, પૂર્વગત, અને ચૂલિકા એમ પાંચ અધિકારો છે. તેમાંના ચોથા “પૂર્વગત” નામના અધિકારમાં ચૌદ પૂર્વે આવે છે. તે એકેક પૂર્વમાં જુદાજુદા જે અધિકારો તેને વસ્તુ કહેવાય છે. એકેક પૂર્વમાં ૧૪-૧૪ વસ્તુઓ છે. તેમાંની એકેક વસ્તુમાં નાનાં નાનાં પ્રકરણો, પેટા અધિકારો, તેને પ્રાભૃત કહેવાય છે. એકેક વસ્તુમાં આવા પ્રકારના ૨૦ પ્રાભૃત હોય છે. અને એકેક પ્રાભૃતમાં નાના નાના વિષયોની ચર્ચા રૂપ ભિન્ન ભિન્ન પ્રકરણો સ્વરૂપ પેટા અધિકારો તે પ્રાભૃતપ્રાભૃત કહેવાય છે. એકેક પ્રાભૃતમાં ૨૦-૨૦ પ્રાભૃતપ્રાભૂત અધિકારો હોય છે.
આ પ્રમાણે પૂર્વોના અંતર્વર્તી અધિકાર તે વસ્તુ, વસ્તુના અંતર્વર્તી અધિકાર તે પ્રાભૃત, અને પ્રાભૃતના અંતર્વર્તી અધિકાર તે પ્રાભૃતપ્રાભૃત કહેવાય છે. એટલે પ્રાભૃતપ્રાભૂત એ સૌથી નાના અધિકારો છે. તેવા એક પ્રાભૃતપ્રાભૂતનું જે જ્ઞાન તે પ્રાપ્રાભૃત. અને બે-ત્રણ-ચાર યાવત્ ઓગણીસ પ્રાભૃતપ્રાભૂતનું જે જ્ઞાન તે પ્રાપ્રાસમાસશ્રુત કહેવાય છે. (જો વસે પ્રાભૃતપ્રાભૂતનું જ્ઞાન થાય તો એક મૂલ પ્રાભૃત પૂર્ણ થવાથી તે પંદરમા ભેદરૂપ પ્રાભૃતશ્રુતમાં ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org