________________
પર
(૧૫-૧૬) પ્રાભૂતશ્રુત અને પ્રાભૃતસમાસશ્રુત
દૃષ્ટિવાદના અંતર્વર્તી જે પૂર્વ, તે પૂર્વના અંતર્વર્તી જે વસ્તુ, અને વસ્તુના અંતર્વર્તી જે અધિકારો છે. તે પ્રાભૂત કહેવાય છે. તેવા એક પ્રાભૂતનું જ્ઞાન તે પ્રાભૃતશ્રુત અને બે-ત્રણ-ચારથી યાવત્ ઓગણીસ પ્રાભૂતનું જે જ્ઞાન તે પ્રાભૃતસમાસશ્રુત કહેવાય છે. (જો વીસે પ્રાભૂતનું જ્ઞાન થાય તો એક વસ્તુનું પૂર્ણ જ્ઞાન થવાથી તે ૧૭ મા ભેદરૂપ વસ્તુશ્રુતમાં આવે છે.)
પ્રથમ કર્મગ્રંથ
(૧૭-૧૮) વસ્તુશ્રુત અને વસ્તુસમાસશ્રુત
પૂર્વના અંતર્વર્તી અધિકાર વિશેષ તે વસ્તુ, એકેક પૂર્વમાં ચૌદ ચૌદ વસ્તુ છે. તેમાંની એક વસ્તુનું જે જ્ઞાન તે વસ્તુશ્રુત. અને બે-ત્રણચાર યાવત્ તેર વસ્તુનું જ્ઞાન તે વસ્તુસમાસશ્રુત. (૧૯-૨૦) પૂર્વશ્રુત અને પૂર્વસમાસશ્રુત.
દૃષ્ટિવાદ નામના બારમા અંગમાં આવેલાં ચૌદ પૂર્વોમાંથી એક પૂર્વનું જ્ઞાન તે પૂર્વશ્રુત અને બે-ત્રણ-ચાર યાવત્ ચૌદે પૂર્વોનું જ્ઞાન અને દૃષ્ટિવાદનું જે જ્ઞાન તે પૂર્વસમાસશ્રુત જાણવું.
આ પ્રમાણે શ્રુતજ્ઞાનના આ વીશ ભેદો ઉત્તર-ઉત્તર અધિક અધિક ક્ષયોપશમની માત્રાની અપેક્ષાએ સમજાવેલા છે. હવે આ શ્રુત જ્ઞાની આત્મા દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી કેટલું કેટલું જાણી શકે તે દ્રવ્યાદિ સંબંધી વિષય સમજાવે છે.
ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની આત્મા સર્વજ્ઞ ભગવંતોના આગમશાસ્ત્રોના આધારે સર્વ દ્રવ્યોને, સર્વ લોકાલોક ક્ષેત્રને, અતીતાદિ સર્વકાળને અને ઔયિકાદિ સર્વ ભાવોને આલંબનથી જાણે છે. શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન કરતાં વિશિષ્ટ હોવાથી વધારે સ્પષ્ટપણે જાણે છે. સામાન્યપણે જાણવું તે
""
આ જ્ઞાનનો વિષય નથી. માટે વિશેષે-સ્પષ્ટપણે જાણે છે. વળી ભાવથી જાણવાની બાબતમાં “ સર્વ ભાવને જાણે'' તેનો અર્થ ઔદયિકાદિ પાંચે ભાવોને જાણે એવો અર્થ કરવો, પરંતુ સર્વપર્યાયોને જાણે એવો અર્થ ન ક૨વો, કારણકે શ્રુતજ્ઞાની આત્મા સર્વપર્યાયોને જાણી શકતો નથી. (જુઓ તત્ત્વાર્થસૂત્ર અ. ૧., સૂત્ર ૨૭ તથા વિશેષાવશ્યક ગાથા ૫૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org