________________
કર્મવિપાક
પ૩
પ્રશ્ન- જંબૂસ્વામી મોક્ષે ગયા પછી કેવળજ્ઞાન વિચ્છેદ પામ્યું છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે. વળી ચોથા આરામાં જન્મેલો આત્મા પાંચમા આરામાં કેવલજ્ઞાની થાય, પરંતુ પાંચમા આરામાં જન્મેલો આત્મા સંઘયણબળ ન હોવાથી કેવલજ્ઞાની ન થાય એવું પણ શાસ્ત્રોમાં સંભળાય છે. તો પછી ભદ્રબાહુસ્વામી કે જેઓ ચૌદપૂર્વધર હતા તેઓને “શ્રુતકેવલી” કેમ કહેવાય છે? તથા આચાર્યશ્રી હેમચંદ્રાચાર્યજીને “કલિકાલસર્વજ્ઞ” કેમ કહેવાય છે? શું આ આચાર્યો શ્રુતજ્ઞાની હતા કે કેવલજ્ઞાની?
ઉત્તર- આ બન્ને આચાર્યો પાંચમા આરામાં જ જન્મેલા છે અને જંબૂસ્વામી પછી જ થયા છે માટે કેવલજ્ઞાની નથી જ, પરંતુ તે બન્નેમાં શ્રુતજ્ઞાન એટલું બધું વિશાળ હતું કે કેવલજ્ઞાનીની જેમ શ્રોતાના પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપતા હતા, શ્રુતજ્ઞાની હોવા છતાં જાણે કેવલી હોય શું? કલિકાલમાં જાણે સર્વજ્ઞ જ આવ્યા હોય તેમ ઉપચાર કરવામાં આવ્યો છે. શ્રોતા એ બેમાં કોઈ ભેદ પારખી ન શકે કે શ્રુતકેવલી કોણ? અને કેવલજ્ઞાની કોણ? એટલું એ બન્નેની દેશનામાં સામ્ય હોવાથી ૧૪ પૂર્વધરોને શ્રુતકેવલી કહેવાય છે. શ્રી હેમચંદ્રાચાર્યાદિ દરેક વિષયનું ઘણું ઉડું જ્ઞાન ધરાવનારા હતા, માટે જાણે બધું જ જાણનારા છે. એમ સમજી કલિકાલસર્વજ્ઞ કહેવાયા હતા. જેમ નદીનો કાંઠો આવે ત્યારે પણ નદી આવી એમ કહેવાય છે. તેમ અહીં ઉપચાર સમજવો.
પરોક્ષ પ્રમાણમાં આવતાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાનોનું વર્ણન પૂર્ણ થયું. હવે પ્રત્યક્ષ પ્રમાણના ભેદ તરીકે આવતા અવધિજ્ઞાનાદિ શેષ ત્રણ જ્ઞાનોનું વર્ણન કરીશું. ૭. અવધિજ્ઞાનાદિ ત્રણ શાનોના ભેદો જણાવે છે.
अणुगामि - वड्डमाणय - पडिवाईयरविहा छहा ओही । रिउमइ - विउलमई, मणनाणं केवलमिगविहाणं ॥८॥ (अनुगामि - वर्धमानक- प्रतिपातीतरविधात् षोढावधिः । ऋजुमति- विपुलमती, मनोज्ञानं केवलमेकविधानम् )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org