________________
કર્મવિપાક
૪૫
પ્રશ્ન- મિથ્યાદષ્ટિ આત્મામાં ઘટ-પટ-અશ્વાદિનું જે જ્ઞાન છે, તે સમ્યગુ છે એમ કહી શકાય?
ઉત્તર- તે જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન જ છે. ઘટ-પટાદિ વસ્તુઓ પણ સત-અસત્ ઉભયરૂપ છે. ઘટમાં ઘટનું અસ્તિપણું અને પટનું નાસ્તિપણું એમ બન્ને છે. પટમાં પણ ઘટનું નાસ્તિપણું અને પટનું અસ્તિપણું એમ બન્ને છે પરંતુ મિથ્યાદષ્ટિ આત્મા એકને જ માને છે બીજાનો અપલાપ કરે છે માટે તે જ્ઞાન પણ સત્ય નથી. યથાર્થ બોધ ન હોવાથી મિથ્યાજ્ઞાન જ છે.
પ્રશ્ન-મિથ્યાષ્ટિમાં એવો શું દુર્ગુણ છે કે જેનાથી તેનું શ્રુત મિથ્યાશ્રુત કહેવાય છે?
ઉત્તર- (૧) સત્ શું અને અસત્ શું તેનો વિવેક ન હોવાથી, (૨) તેનું જ્ઞાન ભવવૃદ્ધિનો જ હેતુ હોવાથી, (૩) ઇચ્છા મુજબ આગમવાક્યોનો અર્થબોધ કરતો હોવાથી અને (૪) જ્ઞાનનું ફળ જે વિરતિ તેનો અભાવ હોવાથી મિથ્યાષ્ટિના જ્ઞાનને શાસ્ત્રોમાં અજ્ઞાન કહ્યું છે. આ ચાર કારણોનું વિવરણ આગળ સમજાવાશે.
(૭-૮) સાદિ-અનાદિઠુત. તથા. (૯-૧૦) સપર્યવસિત-અપર્યવસિત શ્રુત.
જે શ્રુતજ્ઞાનનો પ્રારંભ થાય તે સાદિઠુત, જે શ્રુતજ્ઞાનનો પ્રારંભ ન થાય તે અનાદિધૃત, જે શ્રુતજ્ઞાનનો અંત આવે તે સપર્યવસિતકૃત, અને જે શ્રુતજ્ઞાનનો અંત ન આવે તે અપર્યવસિતશ્રુત. આ ચાર ભાંગા દ્રવ્યથીક્ષેત્રથી-કાળથી અને ભાવથી વિચારવામાં આવે છે તે આ પ્રમાણે છે- '
(૧) દ્રવ્યથી- જ્યારે એક આત્મા મિથ્યાત્વગુણસ્થાનકથી સમ્યક્ત પ્રાપ્ત કરે છે ત્યારે આ સમ્યફ્યુતની આદિ થાય છે માટે સાદિષ્ણુત, અને તે જ આત્મા જ્યારે સમ્યકત્વ વમીને મિથ્યાત્વે જાય છે ત્યારે તે સમ્યકશ્રુત ચાલ્યું જાય છે માટે સંપર્યવસિત, અથવા કોઈ આત્મા નવું શ્રુત ભણે ત્યારે સાદિ અને ભણેલું ભૂલી જાય ત્યારે, અથવા મૃત્યુ પામે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org