________________
૪૪
પ્રથમ કર્મગ્રંથ
મોતી થાય અને સમુદ્રમાં પડે તો પાણી જ રહે અને સર્પના મુખમાં પડે તો ઝેર થાય, પાત્રને અનુસારે તે પાણી પરિણામ પામે છે તેવી જ રીતે જ્ઞાન પણ પાત્રને અનુસારે પરિણામ પામે છે.
આ પ્રમાણે દ્રવ્યથી વિચારીએ તો સમ્યગ્દષ્ટિનું બનાવેલું તે સભ્યશ્રુત, અને મિથ્યાદષ્ટિનું બનાવેલું શ્રુત તે મિથ્યાશ્રુત અને ભાવથી વિચારીએ તો સમ્યગ્દષ્ટિ પાત્રમાં આવેલું જે શ્રુત તે સભ્યશ્રુત અને મિથ્યાર્દષ્ટિ પાત્રમાં આવેલું જે શ્રુત તે મિથ્યાશ્રુત એમ અર્થ જાણવો.
પ્રશ્ન- સમ્યગ્દષ્ટિ પણ ઘટને ઘટ, પટને પટ, ઘોડાને ઘોડો અને માણસને માણસ કહે છે અને મિથ્યાદષ્ટિ પણ આ જ પ્રમાણે કહે છે તો પછી શા માટે એકના જ્ઞાનને સમ્યશ્રુત અને બીજાના જ્ઞાનને મિથ્યાશ્રુત કહેવાય છે.
ઉત્તર- તમારી વાત સાચી છે. પરંતુ આ ઘટ છે, પટ છે અશ્વ છે કે માણસ છે, ઇત્યાદિ વ્યાવહારિક જ્ઞાનને આશ્રયી આ ભેદો પાડવામાં આવ્યા નથી, જીવ-અજીવ-પુણ્ય- પાપ-મોક્ષ આદિ જે તત્ત્વો છે તેના જ્ઞાનને આશ્રયી આ ભેદો પાડેલા છે જે આત્મા મિથ્યાદૃષ્ટિ છે તેની ઘટપટ-અશ્વાદિને આશ્રયી બુદ્ધિ સ્થૂલદૃષ્ટિએ સત્ય હોવા છતાં જીવ
અજીવાદિની બાબતમાં સત્ય નથી. કારણ કે જીવ-અજીવાદિ નિત્યાનિત્ય હોવા છતાં મિથ્યાત્વમોહના ઉદયથી ન્યાય-વૈશેષિક અને સાંખ્યાદિ દર્શનકારો નિત્ય જ માને છે અને બૌદ્ધાદિ દર્શનકારો અનિત્ય જ માને છે. ચાર્વાકદર્શનકાર આત્મા દ્રવ્ય જ સ્વીકારતા નથી. શરીરથી આત્મા ભિન્નાભિન્ન હોવા છતાં એકાન્તનિશ્ચયનયવાળા ભિન્ન જ માને છે. અને એકાન્તવ્યવહારનયવાળા અભિન્ન જ માને છે. ઇત્યાદિ તત્ત્વજ્ઞાનને આશ્રયી જેની દૃષ્ટિ વિપરીત છે તેનું શ્રુત મિથ્યાશ્રુત કહેવાય છે. તથા વળી ઘટપટ અશ્વાદિ સંબંધી જે જ્ઞાન છે તે પણ “સર્વથા આ ઘટ જ છે” એમ એકાન્તદૃષ્ટિ હોવાથી અજ્ઞાન જ છે. મિથ્યા જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org