________________
કર્મવિપાક
ગર્ભજ પોતિર્યંચ, મનુષ્ય, દેવ-નારકીને સંશી કહેવાય છે. તે સંશી આત્માઓમાં પ્રાપ્ત થયેલું જે શ્રુતજ્ઞાન તે સંજ્ઞીશ્રુત અને તે સંજ્ઞા વિનાના એકેન્દ્રિયથી સંમૂર્ણિમ પંચેન્દ્રિય સુધીના જીવો અસંશી કહેવાય છે અને તેમાં આવેલું શ્રુતજ્ઞાન તે અસંજ્ઞીશ્રુત કહેવાય. છે.
(૫-૬) સમ્યક્શત અને મિથ્યાશ્રુત
સમ્યકશ્રુત પણ બે પ્રકારનું છે દ્રવ્યથી અને ભાવથી, તે જ રીતે મિથ્યાશ્રુત પણ બે પ્રકારનું છે દ્રવ્યથી અને ભાવથી, કુલ ૪ પ્રકાર થાય છે.
જે શાસ્ત્રોના કર્તા- રચના કરનાર- બનાવનાર સમ્યગ્દષ્ટિ હોય, અનેકાન્તવાદી હોય, યથાર્થદષ્ટિવાળા હોય, સાચા તત્ત્વજ્ઞ હોય, તેઓનું રચેલું જે શ્રુત તે દ્રવ્યથી સમ્યકશ્રુત, જેમ કે દ્વાદશાંગી, ચૌદ પૂર્વો અને તેના આધારે પછીના આચાર્યોએ બનાવેલાં સર્વ શાસ્ત્રો તથા ઉપાધ્યાયમુનિ મહાત્મા આદિ વિશિષ્ટ આત્માઓએ બનાવેલાં શાસ્ત્રો.
જે શાસ્ત્રોના કર્તા સમ્યગ્દષ્ટિ નથી, અનેકાન્તવાદી નથી, યથાર્થ દૃષ્ટિ નથી, એકાન્ત નિત્ય અથવા એકાન્ત અનિત્યાદિ માની તેની જ એકાન્ત રૂપે જે પ્રરૂપણા કરે છે તે દ્રવ્યથી મિથ્યાશ્રુત જેમકે ઇતરદર્શનો,
જે શાસ્ત્રો સમ્યગ્દષ્ટિ કર્તાનાં બનાવેલાં હોય કે ભલે મિથ્યાદૃષ્ટિ કર્તાનાં બનાવેલાં હોય પરંતુ તે શાસ્ત્રોને ભણનાર- ગ્રહણ કરનાર-પાત્ર જો સમ્યગ્દષ્ટિ હોય તો તે સમ્યગ્દષ્ટિ પાત્રમાં આવેલું તમામ શ્રત ભાવથી સમ્યકશ્રુત કહેવાય છે. કારણ કે તેની બુદ્ધિ સભ્ય હોવાથી બન્ને પ્રકારનાં શાસ્ત્રોમાંથી પણ સમ્યમ્ બોધ કરવાની શક્તિ ધરાવે છે. અને શાસ્ત્રોને ભણનાર પાત્ર જો મિથ્યાષ્ટિ હોય તો તેમાં આવેલું શ્રુત તે ભાવથી મિથ્યાશ્રુત કહેવાય છે. કારણ કે તેની બુદ્ધિ મિથ્યાભાવવાળી હોવાથી શાસ્ત્ર કથિત ભાવોને સમ્ય રીતે બોધ કરવાની તેની શક્તિ નથી. જેમ વરસાદનું વરસતું પાણી એક જ હોવા છતાં છીપમાં પડે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org