SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પ્રથમ કર્મગ્રંથ રૂપ અનક્ષરગ્રુત કહેવાય છે. કારણ કે ત્યાં બોલવારૂપ દ્રવ્યશ્રુત નથી એમ જાણવું અથવા શ્રુતજ્ઞાનોપયુક્ત જીવની કોઈ પણ ચેષ્ટા એ અનક્ષશ્રુત કહેવાય છે. (૩-૪) સંજ્ઞી-અસંજ્ઞીશ્રુત સંજ્ઞા એટલે સમજણ, બુદ્ધિ, જ્ઞાનમાત્રા, શાસ્ત્રોમાં આ સંજ્ઞા ત્રણ પ્રકારની જણાવી છે. (૧) હેતુવાદોપદેશિકી, (૨) દીર્ઘકાલિકી, (૩) દૃષ્ટિવાદોપદેશિકી. આ ત્રણમાંથી બીજા નંબરની દીર્ઘકાલિકીસંજ્ઞા જે જીવોને હોય છે તેઓને સંજ્ઞી કહેવાય છે. અને બાકીના જીવોને અસંશી કહેવાય છે. - જ્યાં માત્ર વર્તમાનકાળનો જ વિચાર કરવામાં આવે, પૂર્વાપર દીર્ઘકાળનો વિચાર જ્યાં નથી તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. વિકલેન્દ્રિય અને સમૂર્ણિમ પં. તિર્યંચ મનુષ્યોને આ સંજ્ઞા હોય છે. છતાં તે જીવોને અસંશી કહેવાય છે. કારણ કે આ સંજ્ઞા અતિશય અલ્પમાત્રાવાળી છે. જેમ અલ્પ ધનથી માણસ ધનવાન ન કહેવાય, અલ્પ રૂપથી માણસ રૂપવાન ન કહેવાય અને અલ્પજ્ઞાનથી માણસ જ્ઞાની ન કહેવાય, તેમ અહીં સમજવું. પૂર્વાપર- ભૂત- ભાવિનો વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્તિ કરે તેવી દીર્ઘ-કાળની વિચારણા શક્તિ જેમાં હોય તે દીર્ઘકાલિકીસંજ્ઞા. આ સંજ્ઞા ગર્ભજ પતિયચ-મનુષ્યોને અને દેવ-નારકીઓને હોય છે. આ સંજ્ઞા વિશિષ્ટ હોવાથી આ સંજ્ઞાવાળાને સંજ્ઞી અને શેષને અસંશી કહેવાય છે. વીતરાગ પરમાત્માના આગમશાસ્ત્રોના અધ્યયનથી મુમુક્ષુ ભાવે આત્માના હિતની દષ્ટિ-વિચારણા-તે દૃષ્ટિવાદોપદેશિકી, આ સંજ્ઞા માત્ર સમ્યગ્દષ્ટિ આત્માઓમાં જ હોય છે. ૪ થી ૧૨ ગુણસ્થાનકોમાં હોય છે. આ ત્રણ પ્રકારની સંજ્ઞાઓમાંથી દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ શાસ્ત્રોમાં સંજ્ઞી-અસંજ્ઞીપણાનો વ્યવહાર થાય છે માટે તે સંજ્ઞાવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy