________________
કર્મવિપાક
અનુસ્વાર અને વિસર્ગ, જ્ર થી ૪ સુધીના ૩૩ વ્યંજનો, ળ-ક્ષ-અને જ્ઞ એમ મળીને કુલ ૫૨(બાવન) અક્ષરો જ ઉચ્ચારણમાં આવે છે. ગમે તે ભાષામાં બોલો પણ ઉચ્ચારણમાં આ ૫૨ (બાવન) અક્ષરો જ આવે છે જેમ કે પુસ્તકને ઇંગ્લીશમાં Book કહેવાય, પરંતુ તેનું ઉચ્ચારણ કરીએ ત્યારે ‘બૂક' બાવનમાંના અક્ષરોથી જ બોલાય છે. એમ સર્વ ભાષાઓમાં જાણવું . એટલે લખાય તે સંજ્ઞાક્ષર અને બોલાય તે વ્યંજનાક્ષર આવો અર્થ સમજવો.
(4
લખેલા અક્ષરો પુદ્ગલાત્મક છે. અને બોલેલા અક્ષરો પણ ભાષાવર્ગણાનાં પુદ્ગલો જ છે. આ બન્ને અક્ષરો પુદ્ગલ હોવાથી જડ છે. અજ્ઞાનાત્મક છે. પરંતુ “ લધ્યક્ષર” રૂપ ભાવશ્રુતજ્ઞાનનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને સંજ્ઞાક્ષર તથા વ્યંજનાક્ષરને પણ શ્રુતજ્ઞાન કહેલ છે. તફાવત માત્ર એટલો જ છે કે સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર ઉપચારે શ્રુત હોવાથી દ્રવ્યશ્રુત છે અને ‘“લધ્યક્ષર” વાસ્તવિક શ્રુત હોવાથી ભાવશ્રુતજ્ઞાન છે.
૪૧
શબ્દો સાંભળીને અથવા લખેલા શબ્દો વાંચીને હૃદયમાં થતો જે અર્થબોધ તે લબ્બક્ષરશ્રુત કહેવાય છે. વક્તા પાસે સાંભળવા દ્વારા અને અનેક પુસ્તકોના વાંચન દ્વારા આત્મામાં પ્રગટ થતો જ્ઞાનાવરણીય કર્મનો જે ક્ષયોપશમ તે લબ્બક્ષરશ્રુત કહેવાય છે. આ પ્રમાણે ત્રણે પ્રકારના અક્ષરો દ્વારા થતું જે શ્રુત તે અશ્ર્વરશ્રુત કહેવાય છે.
અક્ષરોના ઉચ્ચારણ વિના છીંક-ઉધરસ-તાળી પાડવી-ખોંખારો ખાવો ઇત્યાદિ પ્રસંગોમાં અસ્પષ્ટ ઉચ્ચારણ દ્વારા જે બોધ થાય તે અનક્ષરશ્રુતજ્ઞાન કહેવાય છે. આ ચેષ્ટામાં ઉચ્ચારણ રૂપ શબ્દ છે તે દ્રવ્યશ્રુત અને તેનાથી બીજાને પોતાનું અસ્તિત્વ જે જણાવાય છે. તે ભાવ શ્રુત એમ દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત રૂપ અનક્ષરશ્રુત છે. તથા હાથની-આંખની તેવી તેવી ચેષ્ટાઓ દ્વારા મને અંદર આવવાની હા કહે છે, ના કહે છે, ઇત્યાદિ બોધ થાય છે તે બોધને એકલા ભાવશ્રુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org