________________
૪૦
પ્રથમ કર્મગ્રંથ
કહેવાય છે. અભિલાપ્ય ભાવો અનંતા છે અને અનભિલાપ્ય ભાવો અભિલાપ્ય ભાવો કરતાં અનંતગુણા છે. અર્થાત્ અનંતાનંત છે.
સર્વે પૂર્વધર ભગવત્તો, અર્થાત શ્રુતકેવલીઓ ચૌદ પૂર્વોમાં રચાયેલી જે અક્ષરરચના તે અક્ષરજ્ઞાનની અપેક્ષાએ સમાનશ્રુતવાળા હોય છે. પરંતુ તે અક્ષરધૃતથી ગમ જે ભાવો તેની અપેક્ષાએ હીનાધિક શ્રુતજ્ઞાનવાળા હોય છે. પરસ્પર છઠ્ઠાણવડિયાં (ષસ્થાનપતિત) હોય છે. એક પૂર્વધર કરતાં બીજાપૂર્વધરનું જ્ઞાન અનુભવને આશ્રયી (૧) અનંતભાગ અધિક, (૨) અસંખ્યાતભાગ અધિક, (૩) સંખ્યાત ભાગ અધિક, (૪) સંખ્યાતગુણ અધિક, (૫) અસંખ્યાતગુણ અધિક, અને (૬) અનંતગુણ અધિક એમ છે જાતની પરસ્પર જ્ઞાનની તરતમતાવાળું હોય છે તેને શાસ્ત્રોમાં છઠ્ઠાણવડિયો અથવા ષસ્થાનપતિત કહેવાય છે.
અનભિલાખ ભાવો સૌથી વધારે ( અનંતાનંતી છે. તેનાથી અનંતમા ભાગના અભિલાપ્ય ભાવો છે. તેનાથી અનંતમા ભાગના ભાવોને ગણધર ભગવંતો શાસ્ત્રોમાં ગૂંથે છે. આ રીતે શાસ્ત્ર રચનાથી અનુભવ ગમ્ય ભાવો અનંતગુણા હોય છે જે પૂર્વધર ભગવન્તો પોતાના ક્ષયોપશમના અનુસારે હીનાધિક જાણે છે. માટે પરસ્પર તરતમતા છે.
અક્ષરદ્યુતના ત્રણ ભેદો છે (૧) સંજ્ઞાક્ષર, (૨) વ્યંજનાક્ષર અને (૩) લધ્યક્ષર, આકાર રૂપે જે અક્ષરો લખાય છે, મરોડ રૂપે જે સ્લેટકાગળ-કે કપડાદિ ઉપર આલેખાય છે. જે લીપી રૂપે ચિત્રાય છે તે સંજ્ઞાક્ષર છે. આ સંજ્ઞાક્ષર આકૃતિ સ્વરૂપ હોવાથી જેટલી લીપીઓ તેટલા સંજ્ઞાક્ષર જાણવા. જેમકે ગુજરાતી-હિન્દી, બંગાલી, ઉર્દુ, ઇંગ્લીશ, તામિલ, મરાઠી ઈત્યાદિ ભેદો આજે દેખાય છે. શાસ્ત્રોમાં હંસલીપી, ભૂતલીપી વિગેરે અઢાર જાતની લિપી કહેલી છે તે સંજ્ઞાક્ષર.
જે શબ્દો મુખે ઉચ્ચારણ રૂપે બોલાય તે વ્યંજનાક્ષર કહેવાય છે. ભાષા રૂપે પ્રતિપાદન કરાય તે વ્યંજનાક્ષર છે. તે 5 થી ૬ સુધીના મળીને કુલ ૫૨ (બાવન) અક્ષરો છે. થી સૌ સુધી ૧૪ સ્વરો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org