SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પ્રથમ કર્મગ્રંથ કુસદુઃસ્વર, ખાડા=અનાદેય, અનસં=અયશ, રૂમ=આ પ્રમાણે, નામે = નામકર્મમાં, મેયર = પ્રતિપક્ષી સહિત, વીવીશ છે. ગાથાર્થ - (૧) સ્થાવર, (૨) સૂક્ષ્મ, (૩) અપર્યાપ્ત, (૪) સાધારણ, (૫) અસ્થિર, (૬) અશુભ, (૭) દૈભંગ્ય, (૮) દુઃસ્વર, (૯) અનાદેય, (૧૦) અયશ. એમ નામકર્મમાં પ્રતિપક્ષી સહિત ૨૦ પ્રકૃતિઓ જાણવી. ૨૭. વિવેચન :- ત્રસદશકની બરાબર સામે અશુભ એવી આ સ્થાવરદશક હોવાથી બન્ને મળીને પ્રતિપક્ષી સહિત ૨૦ પ્રકૃતિઓ દશકાની ગણાય છે. આ વીસે પ્રકૃતિઓના અર્થ આગળ ગાથા ૪૮-૪૯-૫૦ માં આવવાના છે. તથા કંઈક સરળ પણ છે. તેથી અહીં લખતા નથી. ૧૪ પિંડપ્રકૃતિઓ. ગતિ આદિ. ગાથા- ૨૪ ૮ પ્રત્યેકપ્રકૃતિઓ પરાઘાત આદિ. ગાથા -૨૫ ૧૦ ત્રસદશક. ત્રસ વિગેરે. ગાથા -૨૬ ૧૦ સ્થાવરદશક. સ્થાવર વિગેરે. ગાથા-૨૭ ૪ર કુલ નામકર્મની બેતાલીસ પ્રવૃતિઓ થાય છે. જો કે નામકર્મના પેટાભેદો ૪૨-૯૩-૧૦૩-૬૭ એમ ચાર પ્રકારે છે. તો પણ તે ચાર આંકમાંથી ૪૨ નો આંક કેવી રીતે છે. તે આ ૨૪થી ૨૭ એમ ચાર ગાથાઓથી જણાવેલ છે. બાકીના ત્રણ આંક પણ આગળ ૩૦મી ગાથામાં સમજાવાશે. બીજા -- ત્રીજા આદિ કર્મગ્રંથોમાં આ પ્રવૃતિઓમાંથી ઘણી ઘણી પ્રકૃતિઓ સાથે-સાથે લેવા-મૂકવાની આવે છે. ૧૪ ગુણસ્થાનકોમાં અને ૬૨ માર્ગણાસ્થાનોમાં કઈ પ્રકૃતિઓ બંધાય ? અને કઈ પ્રકૃતિઓ ન બંધાય ? તે જણાવવા માટે વારંવાર આ પ્રવૃતિઓને ઓછી પણ કરવી પડે છે અને ઉમેરવી પણ પડે છે. વારંવાર આ બધી પ્રવૃતિઓનાં નામો લખવાથી ગ્રંથ પણ ગૌરવવાળો બની જાય, અને અભ્યાસકવર્ગને પણ અરુચિ ઉત્પાદક બની જાય, તે માટે સરળતા સારૂ કેટલીક કેટલીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy