________________
કર્મવિપાક
પ્રકૃતિઓ સાથે કરીને તેની “ પારિભાષિક સંજ્ઞાઓ” બનાવે છે, જે જે પ્રકૃતિઓ ભેગી કરીને જે જે સંજ્ઞા બનાવી હોય. તે તે સંજ્ઞા માત્ર લખવાથી તે તે પ્રકૃતિઓ લેવા-મૂકવાની સરળતા થાય છે. જેમકે “સ્વર” કહેવાથી ૧ થી ઔ સુધીના ૧૪ સ્વરો સમજી શકાય છે. ૧૪ સ્વરો લખવા પડતા નથી. તથા “વ્યંજન” લખવાથી ૢ થી ૬ સુધીના ૩૩ વ્યંજનો સમજી શકાય છે. ૩૩ લખવા પડતા નથી. તેમ અહીં પણ સરળતા માટે આવી સંજ્ઞાઓ સમજાવે છે. ૨૭.
तसचउ-थिरछकं, अथिरछक सुहुमतिग- थावरचउक्कं । सुभगतिगाइविभासा, तयाइसंखाहिं पयडीहिं ॥ २८ ॥
( ત્રસવતુ- સ્થિરષમસ્થિર- સૂક્ષ્મત્રિ-સ્થાવરવતુમ્ सुभगत्रिकादिविभाषा, तदादिसंख्याभिः प्रकृतिभिः )
૧૧૭
***
શબ્દાર્થ:- તસવડ ત્રસચતુષ્ક, થિરછા= સ્થિરષટ્ક, થિરછ = અસ્થિરષટ્ક, સુદુમતિ। = સૂક્ષ્મત્રિક, થાવરત્ન = સ્થાવરચતુષ્ક, સુમતિજ્ઞ = સૌભાગ્યત્રિક વિગેરે, વિમાસા = સંજ્ઞાઓ, તયારૂ તે તે તે પ્રકૃતિને આદિમાં ગણીને, સંઘાત્તિ = સંખ્યા વડે, પયડીર્દિ = પ્રકૃતિઓ વડે.
ગાથાર્થ:- ત્રસચતુષ્ક, સ્થિરષટ્ક, અસ્થિરષટ્ક, સૂક્ષ્મત્રિક, સ્થાવર ચતુષ્ક, સૌભાગ્યત્રિક વિગેરે સંજ્ઞાઓ તે તે પ્રકૃતિને આદિમાં ગણીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ વડે કરવી. ૨૮,
વિવેચનઃ- શાસ્ત્રોની રચના અલ્પાક્ષરી બને, અભ્યાસકવર્ગને સુખપ્રદ બને, તેટલા માટે આવી સંજ્ઞાઓ બનાવવામાં આવી છે. સંજ્ઞા બનાવવમાં પ્રથમ એક પ્રકૃતિ લખાય છે.અને તેની પછી કોઇ પણ સંખ્યાવાચક શબ્દ લખાય છે. તેનાથી તે પ્રકૃતિથી આરંભીને તેટલી સંખ્યાવાળી પ્રકૃતિઓ ૨૪ થી ૨૭ ગાથામાં આવેલા ક્રમ પ્રમાણે આપણે સ્વયં સમજી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org