________________
૧પ૬
પ્રથમ કર્મગ્રંથ
શબ્દાર્થ :- અલિપ = શીતળ, પાલવું = પ્રકાશસ્વરૂપ, ગીર = જીવનું અંગ, ૩ોમા = ઉદ્યોત કરે છે, રૂદ = અહીં, ૩ોમા = ઉદ્યોત નામકર્મના ઉદયથી, ખરું = યતિ-સાધુ, દેવ = દેવતા વડે, કવિમિ = કરાયેલા વૈક્રિય અને ઉત્તરવૈક્રિયમાં, ગોફા = ચંદ્રાદિ જ્યોતિષ દેવોને, રોગમારૂં = આગિયા વિગેરે, વ્ર = જીવોની જેમ.
ગાથાર્થ = સાધુનું વૈક્રિય શરીર, દેવોનુ ઉત્તર વૈક્રિય શરીર, ચંદ્રાદિ જ્યોતિષ્ક દેવો અને આગિયા વિગેરેની જેમ જે જીવોનું શરીર અનુષ્ણ (શીતળ) પ્રકાશ રૂપે ઉદ્યોત કરે છે તે અહીં ઉદ્યોતનામકર્મના ઉદયથી થાય છે. ૪૬.
વિવેચન = વૈક્રિય શરીરની રચના કરવાની લબ્ધિ જે સાધુ મહાત્માઓને ઉત્પન્ન થઇ છે તે સાધુ મહાત્માઓ જ્યારે વૈક્રિય શરીરની રચના કરે ત્યારે તે વૈક્રિય શરીરમાં, તથા દેવો જ્યારે ઉત્તર વૈક્રિય બનાવે ત્યારે તેમના બનાવેલા તે અન્યવૈક્રિયશરીરમાં, તથા ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાદિ (સૂર્ય વિનાના) તમામ જ્યોતિષ્ક દેવોના વિમાનોમાં જડેલા પૃથ્વીકાયમય રત્નોના જીવોમાં, તથા (ચઉરિન્દ્રિય) એવા આગિયા જીવોમાં, તથા આદિ શબ્દથી રત્નાદિમાં, મણિ-નીલમ-પન્નાદિ પૃથ્વીકાય જીવોમાં, અપૂકાય જીવોમાં, તથા ઔષધિ આદિ વનસ્પતિકાય જીવોમાં, તે તે જીવોનું શરીર જે શીતળતા રૂપે પ્રકાશ કરે છે. તે ઉદ્યોત નામકર્મના ઉદયથી પ્રકાશ કરે છે. પોતે પણ શીતળ હોય અને પોતાનો પ્રકાશ બીજાને પણ શીતળતા આપે તે ઉદ્યોતનામકર્મના ઉદયથી છે.
ઉપરની ચર્ચાથી કેટલીક વાત સ્પષ્ટ સમજવાની જરૂર છે કે જે આગળ ઉપર છઠ્ઠા કર્મગ્રંથમાં ઉપયોગી થશે. તે આ પ્રમાણે
(૧) સાધુ મહાત્માઓને જન્મથી મળેલા ઔદારિક શરીરમાં ઉદ્યોત નામકર્મનો ઉદય બીલકુલ હોતો નથી.
(૨) સાધુ મહાત્માઓ વૈક્રિય શરીરની રચના કરે ત્યારે પણ આહાર, શરીર અને ઇન્દ્રિય આ ત્રણ પર્યાપ્તિઓ તે શરીર સંબંધી પૂર્ણ થયા પછી જ ઉદ્યોતનો ઉદય થાય છે. તે પણ કોઈ જીવોને ઉચ્છવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org