________________
કર્મવિપાક .
૧૫૫
ક્યાંય આતપનામકર્મનો ઉદય હોતો નથી. સૂર્યના વિમાનમાં જે રત્નો છે તેમાં વર્તતા પૃથ્વીકાય જીવોને જ માત્ર આ કર્મનો ઉદય હોવાથી તેઓ જ પોતે અનુષ્ણ છે છતાં જગતને તેનો પ્રકાશ ઉષ્ણ આપી શકે છે.
પ્રશ્ન = અગ્નિકાયના જીવો પણ ઉષ્ણ પ્રકાશ તો આપે જ છે તો શું તેઓને આતપનામકર્મનો ઉદય ન મનાય ?
ઉત્તર = ના, કારણ કે પહેલી વાત તો એ છે કે તેઓ પોતે અનુષ્ણ (શીતળ) જ નથી. ઉષ્ણ જ છે અને આતપનામકર્મનો ઉદય તેઓને હોય છે કે જેઓ પોતે સ્વયં અનુષ્ણ હોતે છતે બીજાને ઉષ્ણ પ્રકાશ આપે તે, આ વ્યાખ્યા અગ્નિકાયમાં લાગુ પડતી નથી. કારણ કે તે અગ્નિ પોતે ઉષ્ણ હોતે છતે બીજાને ઉષ્ણ પ્રકાશ આપે છે. માટે આતપ નામકર્મનો ઉદય ત્યાં નથી.
પ્રશ્ન = અગ્નિકાયના જીવોને જો આતપનામકર્મનો ઉદય ન હોય તો તેઓ લાલ (રક્ત) અને ઉષ્ણ (ગરમ) કેમ જણાય છે ? પાંચ વર્ણોમાંથી રક્તવર્ણ અને આઠ સ્પર્શીમાંથી ઉષ્ણસ્પર્શ કેમ છે ? શું તે આતપનામકર્મના ઉદયથી નથી?
ઉત્તર = ના, રક્તતા અને ઉષ્ણતા એ આતપનામકર્મના ઉદયજન્ય નથી. પરંતુ રક્તતા જે દેખાય છે તે લોહિતવર્ણનામકર્મના ઉદયજન્ય છે અને ઉષ્ણતા જે જણાય છે તે ઉષ્ણસ્પર્શનામકર્મના ઉદયજન્ય છે. આ બને પરિસ્થિતિઓ આતપનામકર્મના ઉદયજન્ય નથી. પરંતુ તે તે વર્ણનામકર્મ અને સ્પર્શનામકર્મના ઉદયજન્ય છે. ૪૫. હવે ઉદ્યોતનામકર્મનું સ્વરૂપ સમજાવે છે
अणुसिणपयासरुवं, जीअंगमुजोअए इहुजोआ। जइदेवुत्तरविक्किअ-जोइसखज्जोअमाइव्व ॥४६॥ (अनुष्णप्रकाशरूपं जीवाङ्गमुद्योतते इहोद्योतात् । यतिदेवोत्तरवैक्रियज्योतिष्कखद्योतादय इव)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org