________________
૧૫૪
પ્રથમ કર્મગ્રંથ
કોઈ વ્યક્તિ મોટી સભામાં ગયેલ હોય ત્યારે અથવા રાજામહારાજાની સભામાં ગયેલ હોય ત્યારે તેને જોતાં જ સભાના સર્વ સભ્યોનો વિરોધ શાન્ત થઇ જાય તેવો પ્રભાવ જે કર્મના ઉદયથી પ્રાપ્ત થાય તે જ પરાઘાતનામકર્મ.
આ આત્મા ઉચ્છવાસ લેવા-મુકવાની લબ્ધિવાળો જે કર્મના ઉદયથી બને તે કર્મ ઉચ્છવાસનામકર્મ. સુખે સુખે ઉચ્છવાસ લઈ શકે, મુકી શકે, ઉચ્છવાસ લેવા-મુકવામાં કોઇ પણ જાતની તકલીફ ન પડે તેવી ઉચ્છવાસની લબ્ધિ જે કર્મના ઉદયથી મળે તે ઉચ્છવાસનામકર્મ. હવે આતપ નામકર્મ સમજાવે છે
रवि-बिंबे उजीअंगं, ताव-जुअं आयवाउ, न उजलणे। जमुसिण-फासस्स तहिं, लोहिअवण्णस्स उदउत्ति ॥४५॥ (रविबिम्बे तु जीवाङ्गं, तापयुतमातपाद् न तु ज्वलने । यदुष्णस्पर्शस्य तत्र लोहितवर्णस्य उदय इति)
શબ્દાર્થ :- વિવિવે = સૂર્યના બિંબને વિષે, ૩ = નક્કી, નવ = જીવનું અંગ, તાવનુસં = તાપયુક્ત, માયવી૩ = આતપ નામકર્મના ઉદયથી, 7 = નહીં, ૩ = વળી, જો = અગ્નિકાયમાં, કં = કારણ કે, ૩સિfસન્ન = ઉષ્ણસ્પર્શનો, તહિં = તેમાં, ત્રિવUUસ = લોહિતવર્ણનો, ૩૬૩= ઉદય છે. ત્તિ = માટે.
ગાથાર્થ = સૂર્યના બિંબને વિષે જ (પૃથ્વીકાય) જીવોનું શરીર જે તાપયુક્ત લાગે છે તે આતપ નામકર્મના ઉદયથી છે. પરંતુ અગ્નિકાય જીવોને આતપનામકર્મનો ઉદય હોતો નથી. કારણ કે ત્યાં ઉષ્ણસ્પર્શનામકર્મનો અને લોહિતવર્ણનામકર્મનો ઉદય હોય છે. ૪૫.
વિવેચન = જે કર્મના ઉદયથી જીવોનું શરીર અનુષ્ણ હોવા છતાં બીજાને ઉષ્ણ પ્રકાશ આપે તે કર્મને આતપ નામકર્મ કહેવાય છે. પરંતુ આ આતપનામકર્મનો ઉદય માત્ર સૂર્યના વિમાનમાં રહેલા પૃથ્વીકાયમય જે રત્નો છે તે રત્નોમાં રહેલા પૃથ્વીકાય જીવોને જ હોય છે. અન્યત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org