________________
કર્મવિપાક
૧૫૩
હવે પ્રત્યેક પ્રકૃતિના અર્થો જણાવે છે
परघाउदया पाणी, परेसिं बलिणंपि होइ दुद्धरिसो। ऊससणलद्धिजुत्तो, हवेइ ऊसासनामवसा ॥४४॥ (पराघातोदयात्प्राणी, परेषां बलिनामपि भवति दुर्धर्षः। उच्छ्वसनलब्धियुक्तो, भवति उच्छ्वासनामवशात् )
શબ્દાર્થ - પરીકથા = પરાઘાત નામ કર્મના ઉદયથી, પાપી = પ્રાણી, પરેસિં = બીજા માણસોને, વતિifપ = બળવાનું હોય તો પણ, હોડું = હોય છે. ટુરિસો = દુઃખે જીતી શકાય તેવો, સસણ = ઉચ્છવાસ નામની, નદ્ધનુત્તો = લબ્ધિથી યુક્ત, હવે = હોય છે. સાસનામવલી = ઉચ્છવાસ નામકર્મના વશથી.
ગાથાર્થ = પરાઘાત નામકર્મના ઉદયથી પ્રાણી બળવાન્ એવા પણ પરને દુર્ઘર્ષ (દુઃખે જીતાય તેવો) બને છે. ઉચ્છવાસ નામકર્મના ઉદયથી જીવ ઉચ્છવાસ લબ્ધિથી યુક્ત બને છે. ૪૪.
વિવેચન = જે કર્મના ઉદયથી પ્રાણી એવો મહાન તેજસ્વી બને કે પોતાના દર્શન માત્રથી, અથવા વાણીના અતિશયથી સામે બેઠેલા બળવાનું માણસોને પણ દુર્ઘર્ષ થાય, સામે રહેલા બળવાન માણસોને પણ ક્ષોભ પમાડે, દબાવી દે, કંઈ પણ બોલી ન શકે તેવા ઠંડા થઈ જાય, આ વ્યક્તિ ન આવી હોય ત્યાં સુધી ઘણો જ વિરોધ કરતા હોય, ગમે તેમ બેફામ આડાઅવળું વિરુદ્ધ બોલતા હોય, પરંતુ આ વ્યક્તિ આવીને જ્યારે સ્ટેજ ઉપર બેસે ત્યારે તેને જોઈને જ કોઈ બોલી ન શકે, કોઇ કંઇ વિરોધ ન કરી શકે, પોતાના તમામ પ્રતિસ્પધીઓ દબાઈ જાય તે પરાઘાત નામકર્મ.
ઘણા માણસોનો એવો પ્રભાવ જ હોય છે કે જે પ્રભાવના કારણે તેનો કોઈ વિરોધ ન કરે, અથવા વિરોધ કરનારા વિરોધ કરી ન શકે, વિરોધીઓની પ્રતિભા નષ્ટ થઈ જાય, એવો પ્રભાવ જે કર્મના ઉદયથી મળે તે પરાઘાત નામકર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org