________________
૧૫૨
પ્રથમ કર્મગ્રંથ
એક ન થઇ જાય તે માટે આ ચૌદમી પ્રકૃતિમાં ગતિની આગળ “વિહાયસ” શબ્દ વિશેષણ રૂપે જોડેલો છે.
અહીં ગતિ-આનુપૂર્વીનું દ્રિક, અને ગતિ-આનુપૂર્વી અને આયુષ્યનું ત્રિક એવી સંજ્ઞા જેમ કરવામાં આવી છે. તેવી બીજી પણ કેટલીક સંજ્ઞાઓ જાણવા જેવી છે. જે ગાથામાં લખી નથી તો પણ આગળ ગ્રંથોમાં ઉપયોગી છે. માટે જણાવાય છે. વૈક્રિયદિક = વૈક્રિયશરીર અને વૈક્રિય અંગોપાંગ, ઔદારિકદ્ધિક = ઔદારિક શરીર અને ઔદારિકાંગોપાંગ. આહારકદ્ધિક = આહારકશરીર અને આહારક અંગોપાંગ, વૈક્રિયચતુષ્ક = વૈક્રિય શરીર, બંધન, અંગોપાંગ અને સંઘાતન, ઔદારિકચતુષ્ક = ઔદારિક” ” ” આહારકચતુષ્ક = આહારક” ” ” વૈક્રિયષટ્રક = વૈક્રિય શરીર, વૈક્રિયઅંગોપાંગ, દેવગતિ, દેવાનુપૂર્વી,
નરકગતિ અને નરકાનુપૂર્વી. વૈક્રિયસતક = વૈક્રિય શરીર,અંગોપાંગ સંઘાતન,પંદરમાંથી જ બંધન, ઔદારિકસપ્તક = ઔદારિક " " " " આહારક સપ્તક = આહારક
,
, , વૈક્રિયાષ્ટક = વૈક્રિય શરીર, અંગોપાંગ, દેવગતિ, દેવાનુપૂર્વી,
દેવાયુષ્ય,નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય.
આવી અન્ય સંજ્ઞાઓ પણ સમજી લેવી. અહીં ૧૪ પિંડપ્રકૃતિના જે ૬૫ પેટાભેદો છે. તેનાં નામો તથા અર્થો પૂરા થાય છે. ૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org