________________
કર્મવિપાક
૧૫૧
આ આનુપૂર્વીનો ઉદય જીવને એક ભવથી નીકળ્યા પછી બીજા ભવમાં પહોચતાં પહેલાં વચગાળાના ક્ષેત્રમાં વિગ્રહગતિમાં જ હોય છે. “અનુણ તિઃ” તત્ત્વાર્થ. સૂત્ર ૨-૨૭ થી આ જીવની પરભવમાં જતાં આકાશપ્રદેશોની પંક્તિને અનુસારે જ ગતિ થાય છે. હવે પરભવમાં ઉત્પન્ન થવાવાળું ક્ષેત્ર જો આકાશપ્રદેશોની એક પંક્તિમાં આવતું ન હોય તો સમશ્રેણીએ જતા જીવને ઉત્પત્તિક્ષેત્ર તરફ કાટખૂણેથી વાળવાનું કામકાજ આ આનુપૂર્વનામકર્મ કરે છે. એથી આ આનુપૂર્વકર્મ બળદના નાકમાં નાખેલા રાશિ સમાન છે. તેના ઉદયથી સમશ્રેણીએ જતો જીવ પણ કાટખૂણેથી વળીને વક્રા કરીને પોતાના ઉત્પત્તિક્ષેત્રમાં પહોંચે છે.
જે ભવમાં જવાનું હોય તે ભવની આનુપૂર્વીનો ઉદય હોય છે. કારણ કે ચાલુ ભવથી છુટ્યા પછી બીજા જ સમયે વિગ્રહગતિમાં પણ પરભવનું આયુષ્ય, પરભવની ગતિ, અને પરભવની જ બધી નામકર્મની પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેથી આનુપૂર્વી પણ તે ભવની જ હોય છે. (૧) નરકાનુપૂર્વકર્મ-નરક ભવમાં જતા જીવને વક્રા કરાવે તે. (૨) તિર્યંચાનુપૂર્વકર્મ=તિર્યંચ ભવમાં ” ” (૩) મનુષ્યાનુપૂર્વકર્મ=મનુષ્ય ભવમાં " " " (૪) દેવાનુપૂર્વકર્મ= દેવ ભવમાં
" આ પ્રમાણે ચાર આનુપૂર્વીનામકર્મ સમજાવ્યું. હવે શુભ અને અશુભ એમ બે પ્રકારની વિહાયોગતિ સમજાવે છે
(૧) વૃષભ-હાથી-અને હંસના જેવી પ્રશંસનીય ચાલ-ગતિની પ્રાપ્તિ જે કર્મથી થાય તે શુભવિહાયોગતિ નામકર્મ.
(૨) ઊંટ-અને ગધેડાના જેવી નિન્દનીય ચાલ-ગતિની પ્રાપ્તિ જે કર્મથી થાય તે અશુભવિહાયોગતિનામકર્મ કહેવાય છે. પ્રશંસનીય અને નિન્દનીય એવી ચાલવાની ક્રિયા એ મુખ્ય લક્ષ્ય છે. ચૌદ પિંડ-પ્રકૃતિઓમાં પહેલી પ્રકૃતિ પણ ગતિ છે. અને આ પણ ગતિ છે. તેથી તે બન્ને કર્મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org