________________
૧૫૦
પ્રથમ કર્મગ્રંથ
चउह-गइव्वणुपुव्वी, गइ-पुव्वीदुर्ग, तिगं नियाउजुअं પુત્રી એ વદે, સુ-ભૂસુદ-સુદ-વિહાર કરૂ (चतुर्धा-गतिरिवानुपूर्वी, गति-पूर्वीद्विकं त्रिकं निजायुयुतम् । पूर्युदयो वक्रे शुभाशुभवृषोष्ट्रविहगगतयः )
શબ્દાર્થ:-૨૩ =ચાર પ્રકારે, અબૈ=ગતિની જેમ, મળુપુત્રી આનુપૂર્વી, રૂપુત્રી ગતિ અને આનુપૂર્વી, દ્વિક, તિરાં-ત્રિક નિય૩=પોતાના આયુષ્યથી, ગુણંગયુક્ત, પુત્રી૩ો=આનુપૂર્વીને ઉદય, વક્રગતિમાં, સુદ-સુદ-શુભ-અશુભ વસુદ-બળદ અને ઉંટ જેવી, વિહા=વિહાયોગતિ જાણવી.
ગાથાર્થ- આનુપૂર્વી કર્મ ગતિની માફક ચાર પ્રકારે છે. ગતિ અને આનુપૂર્વીનું દ્ધિક ગણાય છે. તથા તેમાં પોતાનું આયુષ્ય યુક્ત કરીએ તો ત્રિક કહેવાય છે. આનુપૂર્વીનો ઉદય વક્રગતિમાં થાય છે. બળદ અને ઉંટની જેમ શુભ-અશુભ વિહાયોગતિ બે પ્રકારે છે. ૪૩.
વિવેચનાઃ- નરકગતિ આદિ ગતિ જેમ ચાર પ્રકારની છે. તે જ પ્રમાણે આનુપૂર્વીકર્મ પણ ચાર પ્રકારે જ જાણવું. કારણ કે એક ભવથી છુટી બીજા ભવમાં જતાં જે ગતિ ઉદયમાં આવી હોય, તે જ આનુપૂર્વ ઉદયમાં આવે છે. તથા બંધ-સત્તામાં પણ ગતિની સાથે જ આનુપૂર્વી હોય છે. તેથી આ ગતિ અને આનુપૂર્વીનું જોડકું છે. માટે બીજા ત્રીજા આદિ કર્મગ્રંથોમાં અથવા પંચસંગ્રહાદિ ઉપરના શાસ્ત્રોમાં જ્યાં જ્યાં ગતિદ્ધિક એમ લખ્યું હોય ત્યાં ત્યાં તે તે ગતિ અને તે તે આનુપૂર્વી લેવાય છે. અને
જ્યાં ત્રિક લખ્યું હોય ત્યાં તે તે આયુષ્ય પણ સાથે ગણાય છે. જેમ કે(૧) નરકદ્ધિક એટલે નરકગતિ અને નરકની આનુપૂર્વી, (૨) નરકત્રિક એટલે નરકગતિ, નરકાનુપૂર્વી, અને નરકાયુષ્ય.
એમ ચારે ગતિનાં દ્રિક તથા ત્રિક સમજી લેવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org