________________
કર્મવિપાક
૧૫૭
પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં પણ ઉદ્યોત શરૂ થાય છે અને કોઈ જીવોને ઉચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી પણ ઉદ્યોત શરુ થાય છે. તથા કોઈ જીવને ભાષા પર્યાપ્તિ પૂર્વે અથવા ભાષા પર્યાપ્તિ પછી પણ ઉદ્યોતનો ઉદય શરૂ થાય છે. તથા કોઈને મન:પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી અને કોઈને મન:પર્યાપ્તિ પૂર્ણ કર્યા પહેલાં આ ઉદ્યોત નામકર્મનો ઉદય શરૂ થાય છે.
(૩) ૧થી૫ ગુણસ્થાનક વાળા ગૃહસ્થો વૈક્રિય શરીર બનાવે (અંબડશ્રાવકાદિની જેમ) તો પણ તેઓને ઉદ્યોતનો ઉદય હોતો નથી.
(૪) સાધુ મહાત્માઓ ચૌદ પૂર્વધર બન્યા પછી આહારક શરીર બનાવે, તો તે પણ એક જાતનું મૂલશરીરથી ભિન્ન શરીર હોવાથી તે શરીરમાં પણ ઉદ્યોતનો ઉદય થઈ શકે છે. તે આહારક શરીર સંબંધી શ્વાસોચ્છવાસ, ભાષા અને મન:પર્યાપ્તિની પૂર્વે અથવા પછી આ ઉદ્યોતનો ઉદય થઈ શકે છે.
(૫) દેવોને તેઓએ બનાવેલા ઉત્તરવૈક્રિયમાં જ ઉદ્યોતનો ઉદય હોય છે અને તે પણ તે ઉત્તરવૈક્રિયશરીર સંબંધી પ્રથમની ત્રણ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી, ૪-૫-૬ પર્યાપ્તિની પૂર્વે અથવા પછી ઉદય હોય છે.
(૬) દેવોને પણ જન્મથી મળેલા મૂલવૈક્રિયમાં ઉદ્યોતનો ઉદય હોતો નથી.
(૭) નારકીના મૂલવૈક્રિયમાં કે ઉત્તરવૈક્રિયમાં એકેયમાં પણ ઉદ્યોતનો ઉદય હોતો નથી.
(૮) તિર્યંચગતિમાં ફક્ત તેઉકાય-વાયુકાયને મુકીને બાકીના તમામ (એકેન્દ્રિય-વિન્સેન્દ્રિય-અને પંચેન્દ્રિય તિર્યંચો)માં ઔદારિક શરીરમાં ઉદ્યોતનો ઉદય થઈ શકે છે. તે પણ ૪-૫-૬ પર્યાપ્તિઓની આગળ અથવા-પાછળ ઉદ્યોતનો ઉદય થાય છે. (૯) એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય-અને અસંશી પંચેન્દ્રિય તિર્યંચમાં વૈક્રિય લબ્ધિ નથી (વાયુકાયમાં વૈક્રિયરચના છે પરંતુ તેઓને ઉદ્યોતનો ઉદય હોતો જ નથી). બાકીના માત્ર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યોમાં વૈક્રિયલબ્ધિ હોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org