________________
૧૧ ૨
પ્રથમ કર્મગ્રંથ
(૮) સંસ્થાનનામકર્મ = સંસ્થાન એટલે આકારવિશેષ, જે કર્મના ઉદયથી ઔદારિકદિ શરીરોની રચના અમુક પ્રકારની વ્યવસ્થિત કે અવ્યવસ્થિત થાય "સામુદ્રિકશાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના માપવાળાં કે માપ વિનાનાં અંગોની રચના પ્રાપ્ત થાય તે સંસ્થાનનામકર્મ
| (૯-૧૦-૧૧-૧૨-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ નામકર્મ = જે કર્મના ઉદયથી ઔદારિક આદિ શરીરોમાં કાળા-ધોળા વિગેરે વર્ણોની, સુગંધદુર્ગધ વિગેરે ગંધની, ખાટા-તીખા-મીઠા આદિ રસની, અને કોમળ-કર્કશ આદિ સ્પર્શની પ્રાપ્તિ થાય તે અનુક્રમે વર્ણનામ, ગંધનામ, રસનામ અને સ્પર્શનામકર્મ કહેવાય છે.
(૧૩) આનુપૂર્વીનામકર્મ = એકભવથી બીજાભવમાં જતા એવા આ જીવને બળદના નાકમાં નાખેલી દોરીની જેમ આકાશપ્રદેશોની પંક્તિને અનુસારે જે કર્મ વક્રતા કરાવે, જીવને કાટખૂણાવાળા આકાશપ્રદેશોમાં પંક્તિને અનુસાર ઉત્પત્તિ ક્ષેત્ર તરફ વાળે તે આનુપૂર્વી નામકર્મ.
(૧૪) વિહાયોગતિનામકર્મ = પગ કે પાંખ દ્વારા ચાલવાની શક્તિ જીવને જે કર્મના ઉદયથી મળે તે વિહાયોગતિનામકર્મ, બળદ, હાથી અને હંસ જેવી ચાલ મળે તે શુભ, અને ઊંટ અને ગધેડા જેવી ચાલ મળે તે અશુભ. .
નામકર્મના ૧૪ ભેદોમાં પહેલો ભેદ પણ ગતિ છે અને આ છેલ્લો ભેદ પણ ગતિ છે. આ બન્ને એક ન થઇ જાય તેટલા માટે ભિન્ન કરવા સારું આ ચૌદમી પ્રકૃતિમાં ગતિની આગળ વિહાયન્ શબ્દ જોડેલો છે. વિહાયસ્ નો અર્થ આકાશ થાય છે. આકાશમાં અર્થાત્ ખુલ્લી જગ્યામાં પગથી થનારી જે ચાલ તે વિહાયોગતિ કહેવાય છે.
૧. શરીરનું તથા શરીરના એકેક અંગોનું માપ જે શાસ્ત્રોમાં બતાવાયું હોય તે શાસ્ત્રોને “સામુદ્રિક શાસ્ત્ર” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org