SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧૧૩ આ ગણાવેલી ચૌદે પ્રકૃતિઓના પેટાભેદો થાય છે. કોઇના ૨, કોઈના ૩, કોઇના ૪, ઈત્યાદિ, પરંતુ તે પેટભેદો ગાથા ૨૯ તથા ૩૨ થી ૪ર માં ગ્રંથકારશ્રી પોતે જ બતાવવાના છે. એટલે અમે અહીં વિસ્તાર કરતા નથી. આ પ્રમાણે ઉત્તરભેદોનો પિંડ હોવાથી આ ચૌદને પિંડ પ્રકૃતિઓ કહેવાય છે. ૨૪. હવે પ્રત્યેક પ્રકૃતિ ૮ જણાવે છે - पिंडपयडित्ति चउदस, परघा-ऊसास आयवुजोअं। अगुरुलहु तित्थ निमिणो-वधायमिअ अट्ठ पत्तेआ ॥२५॥ (पिण्डप्रकृतिरिति चतुर्दश, पराघातोच्छवासातपोद्योतम् अगुरुलघु-तीर्थनिर्माणोपघातमित्यष्टौ प्रत्येकाः) શબ્દાર્થ - fપંડપ = પિંડપ્રકૃતિઓ, ત્તિ = ઉપર મુજબ, = કુલ ૧૪ છે, પરધા = પરાઘાત, સાસ = ઉચ્છવાસ, બાયેવ = આતપ, ડબ્બોર્ગ = ઉદ્યોત, અનુકુલહું = અગુરુલઘુ, તિત્વ = તીર્થકર નામકર્મ, નિમિષા = નિર્માણ નામકર્મ, ૩વધાર્થ = ઉપઘાત, રૂગ = આ પ્રમાણે, મઢ= આઠ, જેમા = પ્રત્યેક પ્રકૃતિઓ છે. ગાથાર્થ = ઉપર ગાથામાં કહ્યા મુજબ કુલ ૧૪ પિંડપ્રકૃતિઓ છે. (૧) પરાઘાત, (૨) ઉચ્છવાસ, (૩) આતપ, (૪) ઉદ્યોત, (૫) અગુરુલઘુ, (૬) તીર્થંકરનામ, (૭) નિર્માણ, (૮) ઉપઘાત એમ ૮ પ્રત્યેક પ્રકૃતિઓ છે. ૨૫. વિવેચન = ઉપરોક્ત ૨૪મી ગાથામાં જણાવેલી ગતિ-જાતિશરીર વિગેરે કુલ ૧૪ પિંડપ્રકૃતિઓ છે. કારણકે તે દરેકમાં બે-ત્રણ-ચાર પેટભેદોનો પિંડ છે. જે પેટભેદો આગળ કહેવાશે. પ્રત્યેક પ્રકૃતિ એટલે જેના પેટાભેદ ન હોય, માત્ર એકેક જ જે હોય તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. તેવી પ્રત્યેક પ્રવૃતિઓ કુલ ૨૮ છે. તેમાં આઠસ્વતંત્ર છે અને દશ-દશના બે ઝુમખા છે એટલે કે ૮+૧૦+૧૦=એમ ૨૮ છે. આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy