________________
૧૧૪
પ્રથમ કર્મગ્રંથ
આ ૨૫મી ગાથામાં કહે છે. પ્રથમની ૧૦ ૨૬મી ગાથામાં કહેવાશે, અને પછીની દશ ૨૭મી ગાથામાં કહેવાશે. તે દસ-દસ સામ-સામી=પ્રતિપક્ષી છે. પરસ્પર વિરોધી છે. પ્રથમની ૧૦ શુભ છે. પાછળની ૧૦ અશુભ છે.
સ્વતંત્ર એવી આ આઠ પ્રકૃતિઓના અર્થ જો કે ગાથા ૪૩ થી ૪૭માં આગળ કહેવાશે જ, તો પણ બાળજીવોના પ્રવેશ માટે અલ્પ અર્થ અહીં અપાય છે. વિશેષ અર્થ આગળ ત્યાં આવશે. (૧) પરાઘાતનામકર્મ = જે કર્મના ઉદયથી સામેના બળવાન માણસો
પણ દબાઈ જાય, વિરોધી પણ વિરોધ ન કરી શકે તે. (૨) ઉચ્છવાસનામકર્મ = નાકથી કે શેષ અંગોથી સુખે સુખે શ્વાસ લઈ
શકાય તે, શ્વાસની તકલીફ ન હોવી. (૩) આતપનામકર્મ = જે સૂર્યના વિમાનમાં પૃથ્વીકાય રત્નો છે. તેને આ
કર્મનો ઉદય છે. પોતે અનુષ્ણ હોવા છતાં પોતાનો પ્રકાશ જગતને
ઉષ્ણ આપે છે. સૂર્યકાન્ત મણિ વગેરેને પણ આ કર્મ હોય છે. (૪) ઉદ્યોતનામકર્મ = જે પોતે શીતળ હોતે છતે પોતાનો પ્રકાશ
જગતને પણ શીતળ આપે છે. આ કર્મનો ઉદય ચંદ્રાદિશેષ જ્યોતિષમાં
રહેલા પૃથ્વીકાય આદિ રત્નગત જીવો વગેરેને હોય છે. (૫) અગુરુલઘુનામકર્મ = જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર
- પોતાને ભારે પણ ન લાગે અને હલકું પણ ન લાગે તે. (૬) તીર્થકર નામકર્મ = જે કર્મના ઉદયથી જીવ ચતુર્વિધ સંઘની સ્થાપના
કરી શકે, ત્રણે જગતને પૂજનીક બને છે. (૭) નિર્માણનામકર્મ = અંગ-ઉપાંગોની યથાસ્થાને રચના કરે તે. (૮) ઉપઘાતનામકર્મ = પોતાના શરીરના અંગોથી પોતે જ દુઃખી થાય
તેવી વિચિત્ર અંગરચના, રસોળી ખુંધ વિગેરે જે કર્મના ઉદયથી થાય તે. આ જ આઠે પ્રકૃતિઓના વિશેષ અર્થ આગળ આવશે. ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org